નવા ફીચર્સ સાથે લોન્ચ થઈ TVS Victor, એક લિટરમાં ચાલશે 72 કિ.મી.

દેશની ત્રીજા નંબરની ટુ-વ્હીલર કંપની TVS મોટર કંપનીએ તેની Victor બાઇકને નવા લુક અને ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે. કંપનીએ વિકટર પ્રીમિયમ એડિશન મેટ સીરીઝ લોન્ચ કરી છે. તેનો કિંમત 55,890 રૂપિયા છે.
નવા ફીચર્સ સિવાય નવા વિક્ટરમાં બે નવા શેડ- બ્લુ અને સિલ્વરમાં મળશે. આપને જણાવી દઈએ કે ટીવીએસ પ્રીમિયમ એડિશન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.નવા બાઈકના એન્જિનમાં કોઈ ફેરફાર થયો નથી. તેમાં પહેલી વાર જ 109 સીસી, સિંગલ સિલિન્ડર, ઓઇલ કુલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે.તે 9 બીએચપીના પાવર અને 9.4 એનએમનું ટોર્કને જનરેટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે ટીવીએસ વિકટર 72 કિ.મી. પ્રતિ લિટર માઈલેજ આપે છે જે તેના સેગમેન્ટમાં શ્રેષ્ઠ છે.
નવા ફીચર્સ વિશે વાત કરીએ તો હવે TVS વિકટર પ્રીમિયમ એડિશનમાં ડિસ્ક બ્રેક પણ આપેલ છે. આ બાઇક બ્લેક કલર અને યલો ગ્રાફિક્સ અથવા રેડ કલર અને ગોલ્ડ ગ્રાફિક્સ સાથે પણ ઉપલબ્ધ છે. ટીવીએસનું આ મોટરસાઇકલની ટક્કર હોન્ડા ડ્રીમ અને હીરો પેશન પ્રો જેવા બાઈક્સ સાથે થશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com