અમદાવાદના ચાંદખેડામાં PCB રેડ પાડી દારૂના જંગી જથ્થા સાથે બે દબોચ્યા

0
42

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પોલીસ એકશનમોડમાં જોવા મળી રહી છે. ચૂંટણીટાણે રા્જ્યમાં કાયદા- વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્રારા ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરી ગેરવહીવટી નાણાકીય વ્યવહારો અને દારૂની રેલમઝેલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. તમામ જિલ્લાના બોર્ડર વિસ્તાર પોલીસની ચાંપતી નજર જોવા મળી રહી છે તે વચ્ચે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગાયત્રી નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે PCB દ્રારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં PCB ને બાતમી મળી હતી કે ચાંદખેડા વિસ્તારમાં મોડીરાત્રે દરમિયાન દારૂની કટિંગ થઇ રહી છે તે બાતમીના આધારે વોચ ગોઠવી PCB ત્રાટકી હતી

 

 

જેમાં દરોડા દરમિયાન 839 બોટલ વિદેશી દારૂ જે કારમાં સપ્લાઇ થઇ રહી હતી તેમજ બે કાર મળી કુલ 5 લાખનો મુદ્દામાલ કબ્જો કર્યો છે અને 5 શખ્સો માંથી 2 શખ્સ ઝડપાઇ ચુક્યા છે અને 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાહુલ બિલડિયા અને ઇરફાન શેખના નામના શખ્સની ધરપકડ કરાઇ છે