અંગત અદાવત રાખી બે યુવાન ઉપર ૨૦ થી ૨૫ વ્યક્તિઓ દ્રારા હુમલો, એકનું મોત

0
698

ગતરોજ ના તા ૧૦-૧૧-૨૦૨૨ ગુરુવારે સમયે અંદાજીત દિવસ ૨ થી ૩ ના સમય ગાળામા વચ્ચે ૨ વ્યક્તિ પર અંદાજીત ૨૦ થી ૨૫ લોકો દ્વારા ઘાતકી હુમલો કરવા આવ્યો હતો તેનું ઝાલોદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

માહિતી અનુસાર સંગાડા ટીના ભાઈ રામા ભાઈ ઉંમર ૨૨ વર્ષ
રહે, સુખસર સગાડા ફળિયા
તા ફતેપુરા
તેઓ ફતેપુરા ખાતે કોર્ટ મા હાજરી આપવા ગયા હતા ત્યારે ફરી પોતાના ઘરે આવવા નિકળ્યા ત્યારે બલૈયા પહોંચતા બલૈયા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ની સામે અચાનક ૨૦ થી વધુ લોકો દ્વારા ઘાતકી હથિયારથી હુમલો કરવા આવ્યો હતો અને હુમલો કરનાર નાસી ભાગ્યા હતા

ત્યારે મુત્યુ પામનાર વ્યક્તિ ના સગા સંબંધીઓ ને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ઈજા પામનાર વ્યક્તિઓ ને ૧૦૮ દ્વારા તાત્કાલિક સુખસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યા સરકારી ડોક્ટર દ્વારા ગંભીર ઈજાઓ ને ધ્યાન મા રાખી ને મોટી હોસ્પિટલ મા તાત્કાલિક જવા માટે જણાવાયું હતું
આમ પિડીત પરિવાર પિડીત ને લઇ ને ઝાલોદ ખાતે ખાનગી હોસ્પિટલમાં મા ભરતી કર્યો હતો ત્યારે સારવાર દરમિયાન હૂમલા નો ભોગ બનનાર વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મુત્યુ પામ્યો હતો તેના શરીર પર ગંભીર ઈજાઓ હાથ, પગ,અને માથા ભાગે જોવા મળી હતી
પિડીત પરિવાર ના સગા સંબંધી દ્વારા જણાવાયું ‌હતુ કે
અંગત અદાવત રાખી અગાઉ પણ આમારા પરિવાર ના સભ્યો પર ઘાતકી હુમલો કરી ચુક્યા છે તમામ નું સારવાર દરમિયાન મુત્યુ નિપજ્યું હતું..
આમ હુમલો કરનાર વ્યક્તિ ગામ નો સરપંચ તરીકે હોવાથી રાજકારણ મા મોટી ધાક ધરાવતો હોવાથી તેના સામે કોઈ કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને આમો એ આ બાબતે વારંવાર પોલીસ ને પણ જાણ કરી હતી ત્યારે આજે ફરી આમારે પરિવાર ના યુવાન વ્યક્તિ પર હુમલો કરી ને ‌મોત ના ઘાટ ઉતારવામાં આવ્યો
આવું પિડીત ના પરિવાર દ્વારા કેહવાયુ હતું
મરણ વ્યક્તિ નું નામ
સંગાડા ટીના ભાઈ રામા ભાઈ
ઉમર આશરે ૨૨ વર્ષ
સુખસર સંગાડા ફળિયા

 

ઘાતકી જીવલેણ હથિયારો દ્વારા નીચે પ્રમાણે ઓળખ પિડીત પરિવાર દ્વારા જણાવાય હતી

૧.કટારા નરેશ તેરસીગ /ઉ ૪૦
રહે કટારા ફળિયામા
અને તેના ભાઈ નુ નામ

ર.રમેશભાઈ તેરસીગ કટારા.
ઉ ૪૫

૩.દિલીપ તેરસીગ ૩૮

૪.કટારા મૂકેશ તેરસીગ ઉંમર ૩૦

૫.વિશાલ નરેશ કટારા ઉંમર ૨૨

૬.યુવરાજ ઉંમર ૧૯

તેમજ શુકરમ સવજી કટારા અને તેના સગાબધી તેમજ તેના ભાઈબંધ મળી આશરે ૨૦ થી ૨૫ વ્યક્તિઓ વાહન મારફતે ધસી આવી ને ઘાતકી હુમલો કરવામાં આવ્યો તેવું પિડીત પરિવારે જણાવ્યું હતું

આમ અંગત અદાવત રાખી
અગાઉ પણ મરનાર પરિવાર ના કાકા નેરસીગ ભાઈ જતા ભાઈ સંગાડા પર જીવલેણ હુમલો થયો હતો ત્યારે પરિવાર નાં સભ્ય નું મુત્યુ નિપજ્યું હતું અને હાલ પણ યુવાન છોકરો ગુમાવ્યો
ત્યારે પરિવાર ના તમામ સભ્યો ભયભીત અને પોતાને અસુરક્ષિત મેહસુસ કરતા હોય તેવું જણાય આવે છે
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ ‌ઘટના ની જાણકારી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે હાલમાં ગુજરાત મા ઈલેકશન ની તૈયારીઓ ચાલતી હોવાથી અને આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં ધોળા દિવસે ખુલ્લેઆમ આમ લોકો પર ધાર દાર હથિયાર થી ‌હુમલો થયા પછી સરકારી તંત્ર પર અનેક સવાલો ઉભા કરે છે
આમ લોકો નું જીવન દિવસે ને દિવસે અસુરક્ષિત હોય તેવું જણાઈ આવે છે
ત્યારે જોવાનું એ રહ્યું પોલીસ તંત્ર દ્વારા શું પગલાં લેવાશે ?
અને
પિડીત તેમજ તેના પરિવાર ને યોગ્ય ન્યાય મળશે યા નહીં ?