U – 19 વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય : સુરતવાસીઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી જુઓ વીડિયો

U-19 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે  217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પછડાટ આપી  અંડર-19 વર્લ્ડ કપનો ઇતિહાસ સર્જ્યો હતો.ભારતીય ટિમ દ્વારા શરૂવાત થી જ સારો દેખાવ કર્યો હતો. જેને લઈ  ભારતે 38 ઓવરમાં જ  220 રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. મેચની સાથે ખેલાડીઓએ ચાહકોના  દિલ પણ જીતી લીધા હતા. જીતના ઉત્સાહ માં સુરતના લોકો રોડ પર આવી ગયા હતા અને  ક્રિકેટરોની જીતને ઉત્સાહ સાથે વધાવી લીધી હતી. સુરતીવાસીઓ એ તિરંગા અને ઢોલના તાલે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. સુરત ના પાર્લે પોઇન્ટ નજીક ફટાકડા ફોડી ભારતીય ટીમની ઉજવણી સુરતવાસીઓએ કરી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com