Nirmala Sitharaman કેન્દ્ર સરકારના નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમન(Nirmala Sitharaman) આજે તા. ૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકા ખાતે GSK સેવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે દિલ્હીથી સવારે ૯-૪૦ કલાકે અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદથી ૧૧-૨૦ વાગ્યે ફલાઈટમાં ૧૨-૩૦ કલાકે દમણ આવશે. દમણથી બાય રોડ વાપી બપોરે ૧ કલાકે આવશે. જ્યાં વાપી જ્ઞાનધામ સ્કૂલ ખાતે રાજ્યના ૧૨ જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે. ૧૨ જીએસટી સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. કેન્દ્રિય નાણામંત્રીશ્રી બપોરે ૨-૪૦ કલાકે વાપીના જીએસટી સેવા કેન્દ્રની વિઝિટ કરશે. ત્યારબાદ બપોરે ૩ કલાકે વાપી થી દમણ અને ત્યાંથી સુરત થઈ દિલ્હી રવાના થશે.
Thursday, November 30
Breaking
- ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
- Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
- Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
- IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો