કોંગ્રેસના કામ બોલે છે સૂત્રો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ભડ્કયા

0
53

વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્કીય પાર્ટીઓના કેન્દ્રીય સ્તેરથી એક બાદ એક બાહુબલી નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ હોવાથી ચૂંટણી ખૂબ જ રોચક અને રસપ્રદ બની છે. આ ગુજરાતમા પ્રચાર પ્રસારની જવાબદારી ખુદ વડાપ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે સંભાળી લીધી છે. અને દિગ્ગજ નેતાઓ સભા સંબોધી જનાતને રિઝવવાનો પ્રયાસો કરી રહ્યા છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ તાપી જિલ્લાના નીઝર ખાતે ચૂંટણી પ્રચારને લઇ પહોંચ્યા હતા જેઓ તેઓ વિશાળ જનસભા સંબોઘી હતી

જેમાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધા હતા તેમણે કહ્યુ કે કોંગ્રેસ વાળા નવા સૂત્રો લઇ આવ્યા કે કોંગ્રેસનું કામ બોલે છે પેલા કોંગ્રેસીઆઓ કહે છે કે કામ બોલે છે પણ છેલ્લા 27 વર્ષથી તમે સત્તામાં નથી તો કામ કયારે કર્યુ અને પછી ખોટું પ્રચાર કરો છો અમતિશાહએ વધુમાં કહ્યુ કે કોંગ્રેસીઓને શરમ આવવી જોઇએ આ સૂત્રો બોલતા આજથી 25 વર્ષ પહેલા કોંગ્રેસના સમયમાં લોકો વીજળી માટે વલખા મારતા હતા સિંચાઇ માટે ખેડૂતો વલખા મારવુ પડતુ હતુ પરંતુ આજે તમામ ઘરે 24 કલાક વીજળી આવે છે અને લોકોના ઘર-ઘર સુધી નીર પહોંચી ચુક્યા છે