વિટામિન એની કમીને નિવારવા અા અાહારનું સેવન કરો

વિટામિન્સ અને ખનિજ પદાર્થ શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ છે આની અછતથી શરીરને ઘણાં બધી સમસ્યાઓ થઈ શકે છે સ્વસ્થ શરીર માટે વિટામીન એ ખૂબ મહત્વનું છે. વિટામિન એની અછતથી ત્વચા, વાળ અને આંખો સંબંધિત બિમારીઓ આવે છે. વિટમિનનો જથ્થો ઓછો થવાથી શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે જો સમયસર આ સંકેતોને સમજવામાં ન આવે તો તમે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી શકો છો. આજે તમને વિટામિનની કમીના લક્ષણો વિશે અને તેની ખામીઓને પૂર્ણ કરવા માટે અમુક ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું.
વિટામીન એના અા છે લક્ષણો, વાળનું ખરી પડવું.વાળનેઘના, લાંબા,અને મુલાયમ રાખવા માટે વિટામીન એ જરૂરી છે. જ્યારે વાળ ખરવાના શરુ થઈ જાય અથવા રુક્ષ થઈ જાય ત્યારે સમજવું જોઇએ કે શરીરમાં વિટામીન એની કમી છે, પરંતુ જરૂરી કરતાં વધારે વિટામિનનો ઉપયોગ કરવાથી ગંજાપનની સમસ્યા થઈ શકે છે.
અાંખોની સમસ્યા, વિટામિન એમાં ફેટ સેલ્યુબલ વિટીમિન હોય છે. જે આંખો માટે ઘણું જરુરી છે તેની ખામીથી આંખોમા ચુભન, ખૂજલી અને આંખોની પુતલીઓ કમજોર અને આંખોની રોશની ઓછી થાય છે. કેટલાક વ્યક્તિઓ માટે નાઈટ બ્લાઈન્ડનેસની સમસ્યા થાય છે, રાત્રીના અાવતા અંધારામાં રાતઅંધાપો કહે છે.
શરદી-ખાંસી થવી સામાન્ય છે, હવામાનમાં પરિવર્તનને કારણે કે ઇન્ફૅક્શનના કારણે આ પ્રકારની સમસ્યાઓ થાય છે પરંતુ જે લોકોને કાયમી શરદી રહેતી હોય તે લોકોને વિટામીન એની ખામી રહેલી છે.થોડું ચાલવું કે થાડી મહેનત કરતા જ ખુબજ થાકી જવાથી વિટામીન એની ખામી રહેલી છે.વિટીમિન દાતોને મજબૂત કરે છે. વિટામીન એની કમીથી દાતોને નુકસાન થાય છે. શાકાહારી લોકો અા ચિઝોના ઉપયોગથી વિટામિન એ મેળવી શકાય છે.
પનીર, ખાટાફળ, પીળા અને નારંગી રંગના ફળ, ટામેટાં, બ્રોકોલી, ચીકુ ઠોસ અનાજ,બટર, ગાજર, ડેરી પ્રોડક્ટ, લીલા પાંદડાવાળા શાકભાજી, બીન્સ, રાજમા,સરસો, પપૈયા, કોથમીર, વટાણા,ખાવાથી વિટામિન એની કમી પૂરી થાય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com