રાજ્ય માં ઇલેક્શન અને દિવાળી બાદ કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને અમદાવાદ ,રાજકોટ બાદ વડોદરા માં પણ કોરોના ના દર્દીઓ વધી જતાં કોરોના સંક્રમણ અહીં પણ ફેલાયું હોવાનું જણાય રહ્યુ છે.
વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 97 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક 16, 645 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. વડોદરામાં હાલ 1198 એક્ટિવ કેસ પૈકી 164 દર્દી ઓક્સિજન પર અને 62 દર્દી વેન્ટિલેટર પર છે અને 972 દર્દીની હાલત સ્થિર જણાવાઈ રહી છે.
વડોદરા જિલ્લામાંમાં સૌથી વધુ 4907 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,645 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2506, પશ્ચિમ ઝોનમાં 2700, ઉત્તર ઝોનમાં 3453, દક્ષિણ ઝોનમાં 3043, વડોદરા ગ્રામ્યમાં 4907 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
વડોદરા શહેરમાં ગોરવા, ગોકુલનગર, અકોટા, VIP રોડ, છાણી, સુભાનપુરા, ગોત્રી, મકરપુરા, નિઝામપુરા, શિયાબાગ, કારેલીબાગ, વડસર, તરસાલી, આજવા રોડ, કિશનવાડી, નવાયાર્ડ, ગાજરાવાડી વિસ્તારમાં કોરોના ના કેસ નોંધાયા છે જ્યારે
જિલ્લામાં પાદરા, વાઘોડિયા, કરોડીયા, ડભોઇ, સાવલી, પોર, રણોલી, કરજણ વિસ્તાર ના કેસ નોંધાયા હોવાની માહિતી છે. આમ વડોદરા માં કોરોના નું સંક્રમણ વધી જતાં તંત્ર ચિંતા માં મુકાયું છે.
