વડોદરા નેશનલ હાઇવે ઉપર સર્જાયેલી અકસ્માત ની ઘટના માં 10 વ્યક્તિઓ ના કરૂણ મોત થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ટ્વીટ કરી મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
વડોદરા હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં શરૂઆત માં.9 વ્યક્તિઓ ના મોત થયા બાદ એક વધુ નું મોત થતા મૃત્યુઆંક 10 ઉપર પહોંચ્યો છે. આ ઘટનામાં 15 લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓ ને વડોદરા ની સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
અકસ્માતમાં મોત ને ભેટનાર વ્યક્તિઓ માં હંસાબેન ખોડાભાઇ જીંજા(ઉ.11),ભૌતિક ખોડાભાઇ જીંજા(ઉ.11) ,દિનેશભાઇ ઘુઘાભાઇ બદલાણીયા, દેવાંશી બિજલ ખડીયા,
નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા,પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા,દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા,ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા,રૂતિક જીન્જુવાડીયા અને ખોડાભાઇ ચુનાભાઇ આહીર નો સમાવેશ થાય છે.