વલસાડના બિલ્ડર ઉદય મરજાદીએ અટકપારડીમાં ‘સ્વસ્તિક’ નામનું ગેરકાયદે બિલ્ડીંગ તાણી બાંધ્યું !

આખા મામલામાં સરપંચ , ટીડીઓ , ડીડીઓ સહિત સબંધીતો પણ શંકાના દાયરામાં : આખો ખેલ કેવી રીતે પાર પડ્યો તેની થશે તળિયા ઝાટક તપાસ : સત્યડે માં થશે પર્દાફાશ

જેતે અધિકારીઓ વિરુદ્ધ સ્ટેટ વિજિલન્સમાં તપાસની માંગ !

 

પરમીશન થી વધુ દુકાનો બનાવી દઈ રાતોરાત કરોડો કમાઈ લેવાની વૃત્તિ છતી થઈ : નમાલા અધિકારીઓ ના પાપે આવા બિલ્ડરો ફાટીને ધુમાડે ગયા છે : દુકાનો લેનારા ભેરવાશે.

વલસાડ: વલસાડમાં છપાયેલા કાટલા જેવા ચોક્કસ બિલ્ડરોએ અનેક ગેરકાયદે બાંધકામો ઉભા કરી દીધા છે. અને તેની સજા પ્રજા ભોગવી રહી છે ત્યારે નગરપાલિકા ની હદ બહાર પણ આવા બાંધકામો થયા હોવાની હકીકત બહાર આવી છે જેમાં અટક પારડી માં સુમળી માં સ્વસ્તિક નામનું બિલ્ડીંગ બનાવી દઈ પરમિશન થી વધુ દુકાનો બિલ્ડર ઉદય મરજાદી એ ધબેડી દીધી છે. તેના આ કારનામા ની પોલ ખુલ્લી પડી ગઈ છે અને આ આખા ખેલ માં ઘણા બધા કમાયા હોવાની વાતો બહાર આવી રહી છે કારણ કે પરમીશન મામલે જયારે સર્વાનુમતે શરતો ને આધીન રહેવા નો ઠરાવ થયો તે બધાને ખબર હતી પરંતુ બિલ્ડીંગ માં ગેરકાયદે બાંધકામ થયું તે મામલે બધાએ આંખો બંધ કરી લીધી હોવાનું હાસ્યાસ્પદ ચિત્ર ઊભું થયું છે. પરંતુ હવે આ મામલો કબર માંથી બેઠો થયો છે અને સાચી હકીકત બહાર આવી છે જેમાં બિલ્ડર સહિત અનેક નામો બહાર આવવાની શક્યતાઓ ઉભી થઇ છે કારણકે અતિ ગંભીર આ મામલે સરપંચ થી માંડી જિલ્લા વિકાસ અધિકારી પણ ભેરવાય તેવા સંજોગો ઉભા થયા છે, આ મામલે ઉચ્ચસ્તરે થી રેલો આવશે ત્યારે તમામ નામો ખુલવાની શક્યતાઓ જણાઈ રહી છે, આ ગેરકાયદે બાંધકામ મામલે સત્યડે પુરાવાઓ સાથે બિલ્ડર અને તેમના મળતીયાઓ ને ખુલ્લા પાડવાની નેમ સાથે અહીં બિલ્ડર ઉદય મરજાદી ના આ બિલ્ડીંગ ની ગેરકાયદેસરતા પ્રકાશિત કરી છે.
વિગતો મુજબ અટકપારડી માં સરવે નંબર 102/2 પૈકી વાળી બિનખેતી ની જમીન માં ઉદય મરજાદી એ બાંધકામ ની પરમિશન માટે અરજી કરી હતી જે સક્ષમ અધિકારીએ આપેલ શરતો અને નકશા મુજબ કામ કરવા માટે સર્વાનુમતે પસાર કરેલા ઠરાવ માં પરમિશન આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્વસ્તિક બિલ્ડીંગ ના નામથી મંજુર પ્લાન થી વિપરીત બાંધકામ તાણી બાંધવામાં આવ્યું છે અને જે પરમિશન હતી તેનાથી ડબલ દુકાનો સહિત ના ગેરકાયદે બાંધકામ અંગે હવે ઉચ્ચ સ્તરે એટલે કે સ્ટેટ વિજીલન્સ દવારા તપાસ થવાની શક્યતાઓ જણાઈ રહી છે કારણ કે ખુલ્લેઆમ આ રીતે ગેરકાયદે બાંધકામ ઉભું કરનાર બિલ્ડર ને સાથ આપનાર કોણ કોણ છે તેની તપાસ પણ જરૂરી છે તેથીજ હવે આ આખો મામલો તપાસ નો વિષય બન્યો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com