વલસાડના તિથલ ડિસેબલ ફ્રેડલી બીચનું જૂઠ પંજાબ સુધી પ્રસર્યું : શુ છે વાયદા બજાર જુઓ વિડીયો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ જેને ડિસેબલ ફ્રેન્ડલી બીચ કહ્યો હતો એવા વલસાડ ના તિથલ દરિયા કિનારે જોવા મળ્યા એવા દ્રશ્યો કે જે જોઈને કહી શકાય કે આ વાતો માત્ર નેતાઓ ના ભાષણો માં બોલાતું નર્યું ઝૂઠ માત્ર છે.
વાત જાણે એમ બની કે ગુજરાત ના સૌથી મોટા દરિયા કિનારા ગણાતા વલસાડ ના તિથલ બીચ નું નામ સાંભળીને પંજાબ થી દિવ્યાંગ ટિમ અહીં આવી પહોંચી હતી પરંતુટિમ ના માત્ર થોડા જ ખિલાડીઓ બીચ ની મઝા માણી શક્યા બાકી ના દરિયા પાસે જવા માટે રેમ્પ ની સુવિધા ના અભાવે અહીં પહોંચી ના શક્યા અને તેવો દ્વારા પથ્થરો માં જાવા માં પડેલી તકલીફ જોઈને આંખ ભીની થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
ત્યારે આ દરિયા કિનારા ને વિકલાંગ માટે સહજ બનાવવાની યોજના માત્ર કાગળ પરજ રહી ગઈ હોવાનું લાગી રહ્યું છે
ભાવના સભર ભાષણો કરીને મોટી વાતો કરનારા સામે લોકો માં ફિટકાર જોવા મળી રહ્યો છે અને અહીં આવનારા પ્રવાસીઓ નિરાશ થઈ ને પરત ફરી રહ્યા છે, તિથલ બીચ ના વિકાસ ની વાતો વર્ષો થી થાય છે પરંતુ કેટલો વિકાસ થયો તે જોવું હોય તો એકવાર અહીં મુલાકાત લો તોજ સાચી હકીકત બહાર આવે તેમ છે.