વલસાડ કોલેજ પાછળ પરણિત યુવતી ઉપર 4 યુવકોએ ગુજાર્યો બળાત્કાર .

વલસાડ:વલસાડ શહેર નજીકમાં રહેતી બે સંતાનની માતા ને તેના જ સહકર્મી દ્વારા બસ સ્ટેન્ડ ઉપર થી કામ આપવાની લાલચ આપી બેસાડી લઇ જઈ ને વલસાડ કોલેજની પાછળ ના ભાગે ઝાડીમાં લઇ જઈ ચાર જેટલા નરાધમો એ પોતાની હવસનો શિકાર બનાવી હતી ચારે યુવકો એ યુવતી ઉપર એક પછી એક બળત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ ખુદ યુવતી એ વલસાડ સીટી પોલીસ મથક માં નોંધાવતા ચકચાર મચી જવા પામી છે

વલસાડ શહેરના એક જાણીતા વિસ્તારમાં રહેતી રમીલા (નામ બદલ્યું છે )જે પોતાના સાસરે પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસને લઇ ને સાસરે થી ઘરે આવી નીકળી હતી જે બાદ વલસાડના એક પોષ વિસ્તારમાં રહી સામાન્ય મજૂરી કામ કરી ને પોતાનું ગુજરાન ચલાવતી હતી અને સાથે સાથે કેટરિંગમાં પણ કામ કરતી હતી જે બાબતે ગઈ કાલે સાંજના સમયે વલસાડ બસ સ્ટેન્ડ ઉપર કામ અર્થે આવેલી હતી તે સમયે નિલેશ ઉર્ફે ગોળ ભાણા ભાઈ નાયકા નો મિત્ર વિજય કામ છે કહી ને તેની મોટર સાયકલ ઉપર બેસાડી ધોબી તળાવ તરફ લઇ ગયેલો અને જ્યાં થી નિલેશ ઉર્ફે ગોલ ત્યાં રસ્તા માં ઉભો હતો તે પણ મોટર સાયકલ ઉપર બેસી  કોલેજ રોડ ઉપર કામ છે કહી ને રમીલા ને કોલેજ તરફ લઇ ગયા હતા જ્યાં ઝાડીમાં લઇ ગયા બાદ તેમણે જુના કામ અંગે વાતચીત શરૂ કરી હતી અને એટલા માં અન્ય બે આનંદ અને અજય નામ ના બે અન્ય યુવકો પણ ત્યાં આવી ચડ્યા હતા અને પ્રથમ વિજય એ રમીલાના કપડાં ઉતારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ નિલેશ અને તેના અન્ય બે મિત્રો એ પણ રમીલા સાથે પોતાની હવસ સંતોષી હતી

નોંધનીય છે કે ઘટના બની ત્યારે ભોગ બનેલ યુવતી એ વલસાડ કંટ્રોલ રૂમ ઉપર જાણ કરવા માટે ફોન કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે વાતચીત કરતા સંભાળી ગયેલા ચારે યુવકો બાઈક લઇ ને ભાગી છૂટ્યા હતા અને બાદ માં મોબાઈલ ની બેટરી ડાઉન થઇ જતા રમીલા ચાલી ને કોલેજની હોસ્ટેલ સુધી આવી પોહચી હતી અને મોબાઈલ ચાર્જ ર્ક્યા બાદ સઘળી હકીકત કેહતા પોલીસ સ્થળ ઉપર આવી પોહચી હતી અને હકીકત જાણી તે પણ ચોકી ઉઠી હતી જે બાદ પોલીસે સમગ્ર બાબતે ગેંગરેપ નો ગુન્હો દાખલ કરી ચારે યુવકોને ની ધરપકડ માટે ની તપાસ શરૂ થઇ છે।

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com