વલસાડઃ ચોરો બની રહ્યા છે ડાકુ, ખુલ્લે આમ ચપ્પુ બતાવી કરી ચોરી

વલસાડ શહેર માં ચોરી-લૂંટ ના બનાવ માં આમ બની ગઈ હોય તેવું દેખાય આવે છે.ધોળે દિવસે મહિલા ના ગળા માંથી ચોરો ચેન ચોરી કરવાનીઘટના તો ઘણી જોઈ છે પરંતુ આજના સમય માં યુવાન પર ચપ્યુવડે હુમલો કરી લૂંટ ચલાવાની ઘટના વલસાડ માં શહેરના વચ્ચોવચ્ચ બનતા આવા હુમલાખોરો ને જાણે પોલીસ નો ડર રહ્યો ન હોય એવું દેખાય આવે છે. ઘટના એવી છે કે વલસાડ ના ધોભીતલાવ માં રહેતા શાહનવાઝ સરફરકઝ શેખ નામ ના યુવાન ને ઔરંગા નદી બંદર રોડ નજીક બે અજાણ્યા વ્યક્તિ આવી ચાકુ ના ઉપરાછાપરી ઘા કરી શાહનવાઝ ના પાકીટ. સોનાની ચેન અને તેનું મોપેડ એક્ટિવ નં.GJ.15.BE 2094 લઈ ફરાર થઈ ગયા.હુમલા ખોરો પીધેલી હાલત માં હોય અને પ્રથમ શાહનવાઝ ને મને તારી મોપેડ પર બેસાડી અન્ય જગ્યાપર લઈ જવા જીદ કરી હતી ત્યારે શાહનવાઝ એ તે હુમલાખોરો ના ઈરાદા સમજે એ પેહલા બને હુમલાખોરો પોતાના ગજવામાંથી ચપુ  કાઢી  પેટ અને હાથ ના ભાગે હુમલો કરી નીચે પાડી દઈ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. હાલ યુવાન વલસાડ સી.ટી.પોલીસ મથક માં સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે પોલીસ વેહલી તકે આવા લુખ્ખા હુમલાખોરોને પકડે તેવી માંગ શાહનવાઝ ન પરિવાર ઇચ્છિ રહ્યા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com