રાજસ્થાનમાં ગુજરાતના મહેશ્વરી પરિવારનો વાહન અકસ્માત, અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા

0
74

રાજસ્થાનના બાડમેર પાસે બનાસકાંઠાના ધાનેરાના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રક-કાર અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં 8 વર્ષના બાળકની હાલત નાજુક છે, તે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠાના ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક ગુડા માલાણી પાસે અકસ્માત નડ્યો હતો. ધાનેરાનો મહેશ્વરી પરિવાર રાજસ્થાનમાં ભાટિયાણી માતાજીના દર્શન કરીને કારમાં ધાનેરા પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. મહેશ્વરી પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પરિવારના 4 સભ્યોના મોત થયા છે. જ્યારે 8 વર્ષની બાળકીને ઈજા થઈ છે.

અકસ્માતમાં ઘાયલ 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે
રાજસ્થાનના બાડમેર નજીક ગુડા માલાની પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બીજી તરફ અકસ્માતમાં ઘાયલ 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે અને તેને સાંચોરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જો કે અકસ્માતમાં એક જ પરિવારની 3 મહિલા અને 1 વ્યક્તિનું મોત નિપજતા પરિવાર સાથે ગામમાં શોકનો માહોલ છે.