કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને કહ્યુ અલવિદા કેસરિયો કરશે ધારણ

0
53

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીટાણે ફરી એકવાર પક્ષપલટાની સિઝન પુરજોશમાં જોવા મળી રહી છે.જેમાં તમામ રાજ્કીય પાર્ટીઓમાં આયા રામ ગયા રામ જેવી સ્થિતિનું નિર્માણ થયો છે તે વચ્ચે કોંગ્રેસમાં એક બાદ એક જુનાજોગીઓ પક્ષ સાથે છેડો ફાડી અન્ય પાર્ટીઓમાં જોડાઇ રહ્યા છે. તે વચ્ચે આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા અને કોંગ્રેસના સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને બાય બાય કેસિરયો ધારણ કરવાની તૈયારી દર્શાવી છે 50 વર્ષથી કોંગ્રેસના સાથે રહેનારા ધારાસભ્યે પાર્ટી સાથે અંત આણ્યો છે તેઓ 11 ટર્મથી છોટાઉદેપૂરથી જિલ્લાથી ચુંટાતા આવી રહ્યા છે.

અને છોટા ઉદેપુર ટિકિટને લઇ નારાણરાઠવાના પુત્ર અને મોહનસિંહ રાઠવાને પુત્ર વચ્ચે પણ ભારે ગજગ્રાહ ચાલતુ હતું જોકે તેમના પુત્રને ટિકિટ ન મળવાની આશાને લઇ તેઓ ભાજપમાં જોડાયા છે મોહનસિંહ રાઠવા આદિવાસી વિસ્તારો ખૂબ સારો દબદબો ધરાવે છે. અને કયાંકને કયાક ભાજપમાં પણ કોંગ્રેસના આદિવાસી નેતાઓને તોડવા માટે સફળ દેખાતી જોવા મળી રહી છે. છેલ્લા લાંબાગાળાથી કોંગ્રેસ સાથે જોડાયેલા આદિવાસી નેતાઓ હવે ભાજપ તરફ પ્રયાણ કરતા નજરે પડી રહ્યા છે.