video ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક
https://we.tl/t-Yaq5vo92GV
– – – – – – – – – – – – – – – – – – – –
દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલેશનના સાતમાં દિવસે પણ કાર્યવાહી કરાતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજે ભોગાત બંદરે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કલ્યાણપુર તાલુકામાં મેગા ડિમોલેશનનો આજે સાતમો દિવસ હોઈ આજે ભોગાત બંદરે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મેગા ડિમોલેશનના સાતમાં દિવસે ભોગાત બંદરે ગેરકાયદેસર દબાણો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાની કામગીરી કરાઈ હતી.
ગુજરાત રાજ્યનું સહુથી મોટુ મેગા ડિમોલેશન દ્વારકા જિલ્લામાઁ કલ્યાણપુર તાલુકામાં હાથ ધરાયું હતું જેમાં પહેલા હર્ષદ બંદર વિસ્તારમાઁ ગેર કાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
અત્યાર સુધી સાત દિવસમાં કુલ 500 મકાનો ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શનમાં 800 થી વધુ પોલીસ કર્મચારીઓ ડિમોલેશનમાઁ કામગીરી બજાવી હતી.
ગુજરાતના ઇતિહાસનું સહુંથી મોટું મેગા ડિમોલેશન દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સતત સાત દિવસથી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કરોડોની કિંમતની જમીન પરના દબાણો છેલ્લા સાત દિવસમાં દૂર કરાયા હતા. સતત સાતમાં દિવસે ગુજરાત રાજ્યનું સહુથી મોટુ મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું.
અગાઉ હર્ષદ ખાતે પણ મેગા ડિમોલેશન સતત ચાલ્યું હતું
અગાઉ હર્ષદ ખાતે પણ મેગા ડિમોલેશન સતત ચાલ્યું હતું. મેગા ડીમોલિશનનું મોટા ભાગનું કામ પૂર્ણતા તરફ હતું. તંત્ર દ્વારા કાટમાળ ઉપાડવા તેમજ અમુક બાકી રહેલ મોટા દબાણો દૂર કરવાનીની પ્રકિયા હાથ ધરાઈ હતી. હર્ષદ બંદર પરનું ગેર કાયદેસર બાંધકામ દૂર થતાં હર્ષદનો દરિયાઈ વિસ્તાર આસ-પાસ ખુલ્લું વિશાળ મેદાન જોવા મળ્યું હતું. દ્વારકા જિલ્લાનું સૌથી મોટુ મેગા ડિમોલેશન હર્ષદ ખાતે થયું હતું. ત્યારે પોલીસ તેમજ રેવન્યુ વિભાગની મેહનતને મળી આ કાર્ય કરાયું હતું.
બાઈટ -01-સમીર શારડા dysp
બાઈટ :02:હાર્દિક પ્રજાપતિ dysp