VIDEO- સુરત-સગીરોનું કારસ્તાન : રીઢા ચોરોને શરમાવે તેવું, સુરતના કડોદરા વિસ્તારમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ

0
37

વીડિયો લિંક ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક 

https://wetransfer.com/downloads/b6b205bcbe59996b3bd5977753c89f6d20230315152913/bc7923ad7137df8f91208cc5ffa896b820230315152945/5c5807?trk=TRN_TDL_01&utm_campaign=TRN_TDL_01&utm_medium=email&utm_source=sendgrid 
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – 

વાત કરીએ એવા ચોરોની જેને ભારતનો કાયદો સગીર કહે છે અને જેને સજા પણ થતી નથી. સુરતના કડોદરા પોલીસની ઉંઘ હરામ કરનાર ચોરોની ઓળખ થઇ ત્યારે પોલીસ પણ માથું ખજવાળથી રહી ગઈ. કેમકે, કડોદરા જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનાર બે સગીર ભાઈઓ નીકળ્યા અને બંને વિધ્યાર્થીઓ તેમાય એક બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. આવા કેસમાં બેદરકારમાં બાપને સજા થવી જોઈએ. જુઓ અમારો વિશેષ અહેવાલ.

સુરતના કડોદરા વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. મોનીકા જવેલર્ષમાં 13 માર્ચ 2023ના રોજ ચોરી થઈ હતી. ચોર ટોળકીએ જવેલર્સની દુકાનમાંથી 4.57 લાખના મુદામાલની ચોરી કરી હતી. ચોરીની ઘટના બાદ સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. જોકે સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસ તપાસમાં ચોર બે સગીર ભાઈઓ નીકળ્યા હતા. 

બંને ભાઈ વિધ્યાર્થી અને બેમાંથી એકતો બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. પોલીસ સગીર ચોરોના ગીરેહબાન સુધી પહોંચી અને જે હકીકત બહાર આવી તેમાં પોલીસ પણ ચોકી ગઈ હતી.  આ બંને સગીરોએ અગાઉ પણ ચોરીને અંજામ આપ્યો હતો. સગીર ચોરો એ ચોરી અંજામ આપતાં પહેલા જવેલર્સ દુકાનની રેકી કરી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનો માલ પોતાના ઘરમાં જ છુપાવી દીધો હતો. પોલીસે માતા પિતા સામે પણ ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ સુરત ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી મોનીકા જવેલર્સમાં, મોનિકા જવેલર્સની દુકાનમાં રીઢા ચોરો ચોરીને અંજામ આપે એ રીતે ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના બાદ કડોદરા પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટિમો તપાસના કામે લાગી હતી. આજુ-બાજુ વિસ્તાર સહિત સમગ્ર કડોદરામાં સી.સી.ટી.વી. ચેક કર્યા હતા. તપાસ દરમ્યાન સુરત ગ્રામ્ય એલ.સી.બીને પાકી માહિતી મળી અને પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. ચોરીનો આખો મામલો બહાર આવી ગયો હતો પણ ચોરીના જે આરોપી પકડાયા એને જોઈને પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ.

પોતાના મોજશોખ ખાતર ચોરીના રવાડે બંને સગીરો ચઢી ગયા હતા. તૉ શું માં બાપ આંખ આડા કાન કરતા હતા. માં બાપનું કામ છે દીકરા દીકરીને સારા સંસ્કાર એને ભણાવી ગણાવી સમાજમાં માન સમ્માન મળે પણ અહીંતો માં બાપ જ બેદરકાર નીકળ્યા એને પોતાના દીકરાઓને કારસ્તાન ને નજર અંદાજ કરતા ગયા. એટલે જ પોલીસે પણ માં બાપ સામે ગુનો નોંધી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે.. સમાજમાં આવા કિસ્સા લાલબત્તી સમાન છે. માટે વાલીઓ એ પણ પોતાના બાળકો પર ધ્યાન રાખવાની જરૂર છે. 

બાઈટ – બી.ડી. શાહ_પીઆઈ_એલસીબી