પેરુમાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના લીમા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પર એક પ્લેન ફાયર ટ્રક સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ઉડી ગઈ હતી અને પ્લેનને પણ નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર બે ફાયરમેનના મોત થયા હતા. સદનસીબે, વિમાનમાં સવાર તમામ 102 મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ખતરનાક ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે.
In PERU
A #LATAM Airlines plane taking off from Lima's international airport struck a firetruck on the runway and caught fire on Saturday. Authorities said the plane's passengers and crew were all safe, but two firefighters in the truck were killed. #Twitter #latamperu pic.twitter.com/ErXhhwvwZ5— -|- (@KINGDEMANACATOS) November 19, 2022
મળતી માહિતી મુજબ, LATAM એરલાઈન્સનું એક પેસેન્જર પ્લેન લીમા એરપોર્ટ પર ટેક-ઓફ માટે રનવે પર હતું. પ્લેન ઉડાન ભરવાનું હતું ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાયું હતું. અધિકારીઓનું કહેવું છે કે અત્યારે એરપોર્ટ પર ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે અને એરબસ A320neoના તમામ મુસાફરો અને ક્રૂની દેખભાળ કરવામાં આવી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે LATAM એરલાઈન્સના પ્લેનમાં ટ્રક સાથે અથડાયા બાદ આગ લાગી છે. જો કે મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. બીજી તરફ ફાયર વિભાગના જનરલ કમાન્ડર લુઈસ પોન્સે જણાવ્યું છે કે બે ફાયર ફાઈટરના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય એક ઘાયલ છે. દુર્ઘટના સમયે વિમાન અને ટ્રક બંને ખૂબ જ સ્પીડમાં હતા.
પેરુના રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલોએ બે અગ્નિશામકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના એક ટ્વિટમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ લિમા એરપોર્ટથી આ ફ્લાઈટ જુલિયાકા શહેર તરફ જઈ રહી હતી.