દેશના યુવાનોને સંદેશ આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે, કોઈનાથી ડરશો નહીં અને તમારા હૃદયમાંથી નફરતને ભૂંસી દેશ માટે કામ કરો. જ્યારે તેમને દેશના યુવાનો માટેના સંદેશ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘ડરશો નહીં’. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન મહારાષ્ટ્રના નાંદેડમાં એક જનસભાને સંબોધિત કરતા આ વાત કહી.
તે જ સમયે, રાહુલ ગાંધીએ આ દરમિયાન કહ્યું કે હું ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરી રહ્યો છું અને ન તો આરએસએસ વિશે.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘જીવનમાં કોઈ પણ વસ્તુથી ડરશો નહીં. જો તમે ડરતા નથી, તો તમે કોઈને ધિક્કારશો નહીં. તમારા હૃદયમાંથી નફરત દૂર કરો. દેશ માટે કામ કરો. દેશમાં પ્રેમ અને ભાઈચારો ફેલાવો, નફરત નહીં.
એમ પણ કહ્યું કે, ‘દેશના ભાગલા પાડવાથી દેશભક્તિ નથી થતી. એક તરફ ધ્વજને સલામી. બીજા ભાઈને બીજા ભાઈ સાથે લડાવવો, આ દેશભક્તિ નથી. આ દેશને નબળો પાડવાનું કામ છે.
Daro Mat…….Shri @RahulGandhi message to the Youths and the Nation .#BharatJodoYatra pic.twitter.com/diyX70S193
— Kerala Pradesh Congress Sevadal (@SevadalKL) November 10, 2022
આ સિવાય કોંગ્રેસ નેતાએ 2016માં નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને લઈને પણ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
અહેવાલ મુજબ, રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની ભારત જોડો યાત્રા ‘ભય અને નફરત ફેલાવવાની’ ભાજપની નીતિઓ વિરુદ્ધ છે.
8 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડી યાત્રા જાન્યુઆરી 2023માં શ્રીનગરમાં સમાપ્ત થશે. આ યાત્રા 3,750 કિલોમીટર લાંબી હશે. ભારત જોડો યાત્રા સોમવારે રાત્રે મહારાષ્ટ્રમાં પ્રવેશી હતી.
શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા, મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ મહા વિકાસ અઘાડી સરકારમાં કોંગ્રેસના સાથી અને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ ગુરુવારે નાંદેડમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.