5 Second Rule Reddit Viral Post: જમીન પર પડેલો બર્ગર અને પાંચ સેકન્ડનો નિયમ, આત્મવિશ્વાસ કે બેદરકારી?
5 Second Rule Reddit Viral Post: Reddit એવી જગ્યા છે જ્યાં લોકો પોતાના જીવનના એવા પ્રસંગો શેર કરે છે જેને તેઓ સામાન્ય રીતે લોકો સામે કહી શકતા નથી. એક રીતે કહીએ તો Reddit તમારા વિચારો અનામી રીતે લાખો લોકો સુધી પહોંચાડવાનું એક અનોખુ માધ્યમ છે.
હમણાંજ અમને ત્યાં એક વપરાશકર્તાની એવી પોસ્ટ જોવા મળી જે માનસિકતા બદલી નાખે એવી હતી. અને આ બધાનો શ્રેય મળે છે એ ખ્યાતનામ ‘પાંચ સેકન્ડના નિયમ’ને!
Reddit યુઝર MotorKaleidoscope260 લખે છે કે તે એક માણસને જોઈ રહ્યો હતો જેનો બર્ગર સીધો તેના હાથમાંથી જમીન પર પડ્યો. સામાન્ય રીતે તો કોઈ પણ વ્યક્તિ અચકાઈ જાય. પણ આ માણસ એક ક્ષણ માટે શાંત ઊભો રહ્યો, કોઈ અફસોસ નહીં, કોઈ ગભરાટ નહીં… ફક્ત જોતો રહ્યો.
અને પછી… એકદમ શાંતિથી તેણે જમીન પરથી બર્ગર ઉપાડ્યો, જાણે કંઈ થયું જ નહીં. એણે થોડીક ધૂળ ફૂંકી, પછી એક નાનો ટુકડો લીધો અને આરામથી ખાવા લાગ્યો. આજુબાજુ ઊભેલા લોકો આશ્ચર્યચકિત હતા – ખાસ કરીને એક સ્ત્રી તો આંખો ફાડીને જોઈ રહી હતી. એક બાળક તો એવો ઉત્સાહિત લાગતો હતો કે જાણે કંઇક હીરો ટાઈપ નજારો જોઈ રહ્યો હોય!
I saw a guy drop his burger on the floor. What he did next changed me as a person.
byu/MotorKaleidoscope260 indelhi
એ માણસ ચાવી રહ્યો હતો, પોતાને હળવે હલાવતો જાણે કહેતો હોય – “બરાબર કર્યું!”
આ જ વાક્યે બધા વપરાશકર્તાઓનો વિચાર બદલી નાંખ્યો. ઘણાએ લખ્યું કે ભાઈએ તો ‘પાંચ સેકન્ડના નિયમ’નું પાલન કર્યું છે.
એ શું છે?
પાંચ સેકન્ડનો નિયમ એ લોકપ્રિય માન્યતા છે કે જો ખોરાક જમીન પર પડ્યા પછી 5 સેકન્ડમાં ઉપાડી લેવાય તો તે સ્વચ્છ રહે છે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ ખોટું છે. ખોરાક જમીન પર પડતાંજ તેમાં બેક્ટેરિયા આવી શકે છે, ભલે તમે એને તરત ઉપાડી લો.
તો આખરે નિર્ણય તમારો… આત્મવિશ્વાસથી ખાવું કે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવી?