Brave Woman Saves Girl: વિદેશમાં અપહરણનો પ્રયાસ, બહાદુર મહિલાએ છોકરીનો જીવ બચાવ્યો!
Brave Woman Saves Girl: 90ના દાયકામાં બિહારમાં અપહરણ સામાન્ય બાબત હતી. ડૉક્ટર, ઉદ્યોગપતિઓ કે અમીર લોકોના અપહરણ માટે ખંડણી માંગવામાં આવતી. આ માત્ર ભારત સુધી સીમિત નહોતું, પરંતુ વિદેશમાં પણ અપહરણ અને માનવ તસ્કરીની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં, એક એવો જ વીડિયો વાયરલ થયો, જેમાં એક બહાદુર મહિલાએ સેકન્ડોમાં છોકરીનું અપહરણ થતું રોકી દીધું.
આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ થયું નથી, પણ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એક છોકરી દુકાનમાં આઈસ્ક્રીમ લેવા આવે છે. તે દુકાનદાર સાથે વાતચીત કરે છે, જ્યારે થોડે દૂર એક અજાણ્યો માણસ ટોપી અને માસ્ક પહેરી ફોન પર વાત કરી રહ્યો છે. તેની બાજુમાં પાર્ક કરેલી કારનો દરવાજો ખુલ્લો છે. છોકરી આઈસ્ક્રીમ લે છે અને ચાલવા લાગે છે.
View this post on Instagram
ટોપીધારી શખ્સ છોકરી પર નજર રાખે છે. દુકાનની મહિલાને કંઇક અણસાર આવે છે, અને તે તાકીદે તેની સ્ટોલમાંથી બહાર આવે છે. છોકરી કારની નજીક પહોંચે, તે પહેલાં જ અપહરણકર્તા આગળ વધે છે, પણ મહિલાએ તરત દોડી જઈને છોકરીને પકડી રાખી.
આ અચાનક બનાવથી અપહરણકર્તા ગભરાઈ જાય છે અને ઝડપથી કારમાં બેસી નીકળી જાય છે. જો મહિલા થોડો પણ વિલંબ કરતી, તો છોકરીનું અપહરણ થઈ જાત. આ વીડિયો સોશિયલ મીડિયામાં 2 કરોડથી વધુ વાર જોવામાં આવ્યો છે અને લોકો મહિલાની બહાદુરીને સલામ કરી રહ્યા છે.