Lost Airport Bag Viral Video: એરપોર્ટથી ખરીદેલી જૂની સુટકેસમાંથી મળ્યો લાખોનો કિંમતી સામાન!
Lost Airport Bag Viral Video: વિડીયો નિર્માતા કાર્મી સેલિટ્ટો માટે એક અનોખો અનુભવ ત્યારે સર્જાયો જ્યારે તેમણે હીથ્રો એરપોર્ટ પરથી એક દાવો ન કરાયેલું સુટકેસ માત્ર ₹13,500 (£129.99)માં ખરીદી. તેને એનો અંદાજ પણ ન હતો કે આ બેગ તેની માટે એક અચાનક સાહસ બની જશે.
વિદેશોમાં, જો કોઈ મુસાફર એરપોર્ટ પર પોતાનો સામાન ભૂલી જાય અને લાંબા સમય સુધી તેનો દાવો ન કરે, તો એરપોર્ટ ઓથોરિટી તેને વેચી દે છે. આવી જ એક બેગ કાર્મીએ ખરીદી, અને જ્યારે તેણે ખોલી, ત્યારે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
View this post on Instagram
સૂટકેસમાં કાર્મીને ગુચીના જૂતા મળ્યા, જે થોડી ગંદી હાલતમાં હતા. સાથે જ, તેને એલેક્ઝાન્ડર મેક્વીન બ્રાન્ડના શૂઝ, એક જૂનું ટી-શર્ટ, અંડરવેર અને મોજાં પણ મળ્યા. જો કે, ખરું આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેણે કાર્ટિયર બ્રાન્ડનું બોક્સ જોયું. કાર્મીને લાગ્યું કે તેમાં કિંમતી ઘડિયાળ અથવા ઘરેણાં હશે, પરંતુ બોક્સ ખાલી નીકળ્યું. તેમ છતાં, તેની અંદર એક રસીદ મળી, જે દર્શાવતી હતી કે કોઈ વસ્તુ ₹2 લાખ (£2,007 / €2,400)માં ખરીદાઈ હતી.
સાથે જ, તેને લુઈસ વિટનની વિન્ટેજ બેગ પણ મળી, જેમાં મૂળ માલિકનું ઓળખપત્ર પણ હતું. આ બધું જોતા, કાર્મીએ નક્કી કર્યું કે તે આ બેગ તેના સાચા માલિકને પરત કરશે.