વર્લ્ડ કપ 2023 હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. 19 નવેમ્બર રવિવારના રોજ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાશે. જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી આ ટૂર્નામેન્ટના સમાપન સમારોહનું આયોજન કરવું કે કેમ તેની પુષ્ટિ કરી નથી, પરંતુ એવી અફવાઓ છે કે પ્રખ્યાત પોપ સ્ટાર દુઆ લિપા ટુર્નામેન્ટના સમાપન સમારોહ માટે પ્રદર્શન કરશે. દુઆએ અગાઉ અન્ય ઘણી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં પરફોર્મ કર્યું છે. તેણે UEFA ચેમ્પિયન્સ લીગમાં પણ પ્રદર્શન કર્યું છે.
વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચેલી ટીમોના કેટલાક ખેલાડીઓ સાથે વાત કરતી વખતે ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલે દુઆ લિપાને એક સવાલ પૂછ્યો હતો. તેણે દુઆને પૂછ્યું કે આ ટૂર્નામેન્ટના સમાપન વખતે તે કયું ગીત ગાશે? આ સવાલનો જવાબ આપતાં દુઆએ ગીતનું નામ ‘ફિઝિકલ’ લીધું.
જો કે હાલમાં BCCI દ્વારા ટૂર્નામેન્ટના સમાપનને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી. દુઆ લિપા અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં પર્ફોમન્સ આપવા જઇ રહી છે કે નહીં તેની પુષ્ટિ થઇ નથી. એવું જાણવા મળ્યું છે કે ભારતીય વાયુસેના ફાઈનલ મેચમાં એર શો કરવા જઈ રહી છે. ગુજરાત ડિફેન્સ પીઆરઓએ જાહેરાત કરી છે કે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મેચની શરૂઆતના દસ મિનિટ પહેલા સ્ટેડિયમના મોટેરા વિસ્તારમાં પ્રદર્શન કરશે.