ગુજરાતમાં કોરોનાનો નવો વેરિયન્ટ?

નવો વેરિયન્ટ હોવાની શંકા; બંને બહેનોએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી

બે કોવિડ કેસ ગાંધીનગરમાંથી મળ્યા

રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર 6 વિસ્તારની બે સગી બહેનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો

કેરલામાં મળેલો નવો વેરિયન્ટ હોવાની શંકા 

દેશભરમાં કોરોનાનાં કેસમાં ફરી ઉછાળો આવી રહ્યો છે. કર્ણાટકમાં સરકારે કોવિડ - 19 કેસોને લઈને કોરોના ગાઈડનું પાલન કરવાની પણ એડવાઈઝરી જાહેર કરી દેવાઈ છે.

આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

એક તરફ વાઈબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ સેક્ટર - 6 ની બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

રાજયના પાટનગર ગાંધીનગરમાં સત્તાવાર રીતે કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે.

આ બંને બહેનો દક્ષિણ ભારતનાં કર્ણાટક સહિતના શહેરોની સહેલગાહથી પરત ગાંધીનગર ફર્યા હતા. જેઓને છેલ્લા કેટલાક દિવસથી શરદી, ખાંસી અને તાવ આવતો હતો.

બન્ને બહેનોને હોમ આઈસોલેટ કરી સારવાર શરૂ કરાઈ

ગુજરાતમાં હાલ જે બે પોઝિટિવ કેસ નોંધાયા છે તે કયા વેરિયન્ટના છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં નોંધાયેલા કેસનો વેરિયન્ટ કયો?

સિંગાપોરમાં છેલ્લા એક સપ્તાહમાં 56,000થી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે તમામ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 3થી 9 ડિસેમ્બરની વચ્ચે 56,043 નવા કેસ મળ્યા હતા, જ્યારે એના એક અઠવાડિયા પહેલાં કોવિડના 32,035 કેસ હતા.

સિંગાપોરમાં એક સપ્તાહમાં 56,000થી વધુ કોરોના કેસ