અંબાલાલની વધુ એક આગાહી

ગુજરાતના ખેડૂતોના શિયાળુ પાક પર ફરી એકવાર સંકટ સર્જાયુ

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 1થી 5 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.નવા વર્ષ 2024ના શરૂઆતમાં જ ખેડૂતો કમોસમી વરસાદને લઈ મુશ્કેલીમાં મુકાશે તેવી અંબાલાલે આગાહી કરી છે.

ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં આગાહી કરતા કહ્યું હતું કે, 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.

રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે

29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે.

શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.