આ છે ભારતની 5 સૌથી મોટી ઓપનિંગ ફિલ્મો, બોલિવૂડની એક પણ ફિલ્મ નથી

પ્રભાસની સાલારે ભારતની 5 સૌથી મોટી ઓપનર ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે.

ખાસ વાત એ છે કે આ પાંચ સૌથી મોટા ઓપનર્સમાં બોલિવૂડની કોઈ ફિલ્મ નથી.

પ્રથમ દિવસે વિશ્વભરમાં 149 કરોડ રૂપિયાની કમાણી કરીને વિજયની 'લિયો' 5માં સ્થાને છે.

ચોથા સ્થાને યશનું KGF 2 છે, જે વિશ્વભરમાં ₹163 CR સાથે ખુલ્યું હતું.

પ્રભાસની 'સલાર' વિશ્વભરમાં પ્રથમ દિવસે 178 CR કમાણી કરીને ત્રીજા સ્થાને છે.

પ્રભાસની બાહુબલી 2 વિશ્વભરમાં 215 CRની ઓપનિંગ સાથે બીજા સ્થાને છે.

ટોચ પર છે રામ ચરણ-જુનિયર NTRની RRR, જે વિશ્વભરમાં 224 CR સાથે ખુલી છે.

સાલારની રિલીઝ પહેલા શાહરૂખ ખાનની જવાન આ યાદીમાં 5મા સ્થાને હતી.

એટલી કુમાર દિગ્દર્શિત જવાન ફિલ્મે વિશ્વભરમાં રૂ. 129 કરોડની કમાણી કરી હતી.