આવતીકાલથી તમને કમાણીની સારી તક મળશે.. આ 3 મોટા IPO ખુલવા જઈ રહ્યા છે.
આ વર્ષે આઈપીઓ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે અને એક પછી એક ઈસ્યુ ખુલી રહ્યા છે.
ગયા સપ્તાહની જેમ આ અઠવાડિયે પણ ઘણા બધા મેઇનબોર્ડ અને SME IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે.
આવતીકાલે 25મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર સુધી, 3 મેઇનબોર્ડ IPO રોકાણકારોને કમાણીની તક આપશે.
આમાં પહેલું નામ JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું છે, તેનો IPO 25 સપ્ટેમ્બરે ખુલશે અને 27 સપ્ટેમ્બરે બંધ થશે.
આ IPOનું કદ રૂ. 2800 કરોડ છે અને કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. 113-119 નક્કી કરી છે.
બીજો IPO અપડેટર સર્વિસિસ IPO પણ 25મી સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે.
અપડેટર સર્વિસિસ IPO દ્વારા રૂ. 640 કરોડ એકત્ર કરશે, જેના માટે પ્રાઇસ બેન્ડ રૂ. 280-300 નક્કી કરવામાં આવી છે.
ત્રીજો મેઇનબોર્ડ IPO વેલિઅન્ટ લેબોરેટરીઝનો છે, જે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ખુલશે.
વેલિઅન્ટ લેબોરેટરીઝના IPOનું કદ રૂ. 152.46 કરોડ છે અને તેની પ્રાઇસ બેન્ડ રૂ. 133-140 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે.
નોંધ- શેરબજાર અથવા IPO માર્કેટમાં કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.