Whatsappનું Delete For Everyone ફિચરમાં નવું અપડેટ

Whatsapp પર આપણાંમાંથી ઘણાં યુઝર્સ સાથે એવું થયું હશે કે Whatsapp પર મૂકેલી ફાઇલ ભૂલથી ડિલિટ થઇ જાય છે. તેનો જ ઉકેલ શોધતા Whatsapp પોતાના Delete For Everyone ફિચરમાં નવી અપડેટ રજૂ કરી છે.આ ફેરફાર કરતાં Whatsapp નવી અપડેટ લૉન્ચ કરી છે જેમાં જો મીડિયા ડિલિટ પણ થઇ જાય તો તેને ફરીથી ડાઉનલોડ કરી શકાશે. ટેસ્ટિંગ દરમિયાન એક મહિના પહેલા જ આવેલી ફાઇલને સરળતાથી ડાઉનલોડ કરવામાં આવી.

તમને જણાવી દઇએ કે, આ પહેલા કંપની WhatsApp એપ પર શૅર કરવામાં આવેલા ફોટો, GIFs,વીડિયો, ડૉક્યુમેન્ટ, ઑડિયો ક્લિપ વગેરે પોતાના સર્વર પર 30 દિવસો સુધી સ્ટોર રાખે છે, પરંતુ થોડા દિવસ પહેલા જ WhatsAppએ આ કરવાનું બંધ કરી દીધુ, હવે કંપનીએ ફરી એક વખત સર્વર પર ડેટા સ્ટોર કરવાનું શરૂ કરી દીધું છે. જોકે હવે માત્ર મીડિયા ફાઇલ જ ડાઉનલોડ કરી શકાશે, ટેક્સ્ટ મેસેજ નહી.

WhatsApp એન્ડ્રોઇડ એપના 2.18.113 પર આ ફિચર આપવામાં આવ્યું છે. આ પહેલા સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાંથી ગૂગલ પ્લે સ્ટોર પર જઇને એપને અપડેટ કરો. જોકે આ ફિચરનો લાભ હાલમાં એન્ડ્રોઇડ યૂઝર્સને જ મળશે, જ્યારે આ ફિચર માટે iOS યૂઝર્સને હજુ વધારે રાહ જોવી પડશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com