અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધમધમતા દારૂ – જુગારના અડ્ડાઓ ઉપર કોની મહેરબાની ?

0
96

અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ચાલુ છે.

કન્ટોડીયા વાસ અને ચુનારા વાસમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા ચાલતા હોવા અંગે અગાઉ પણ ફરિયાદ ઉઠી હતી.  સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં સતત નિષ્ફળ રહી છે અને દારૂ,જુગારના અડ્ડા બંધ કરાવવા માં સ્થાનિક પોલીસને રસ નહિ હોવાનું જણાઈ રહ્યું છે.

તાજેતરમાંજ બોટાદના લઠ્ઠાકાંડ પછી રાજ્ય સરકારે દારૂબંધી કરાવવા આદેશ આપ્યો હોવાછતાં ફરી દારૂ જોઈએ તેટલો મળતો હોવાની વાત વચ્ચે અમદાવાદ શહેરમાં દારૂ ચાલુ થઈ જતાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિક પોલીસ દ્વારા કોઈજ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી નહિ હોવાથી અહી દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે બોટાદમાં કેમિકલયુક્ત દેશી દારૂ પીવાથી 50થી વધુ લોકોનાં મોત થયાનો મામલો હજી ઠંડો થયો નથી ત્યાં બૂટલેગરો ફરી સક્રિય થઈ જતાં પોલીસ શંકાના ઘેરામાં આવી ગઇ છે, સત્યડે ઉપર આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ નામજોગ પર્દાફાશ કરવામાં આવશે (ક્રમશઃ)