જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં ઘટીને 12.41% થયો, ડેટા કરવામાં આવ્યો જાહેર

0
54

ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 12.41 % પર આવી ગયો છે. જુલાઈ મહિનામાં તે 13.93 % હતો. જથ્થાબંધ ફુગાવાના દરમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાયો છે. આનું કારણ બાંધકામ ક્ષેત્રે કિંમતોમાં નરમાઈ છે. જો કે, આ સમયગાળા દરમિયાન ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થતો રહ્યો.સળંગ 17મા મહિને જથ્થાબંધ ફુગાવો બે આંકડામાંWPI પર આધારિત ફુગાવો જુલાઈમાં 13.93 % અને ગયા વર્ષે ઓગસ્ટમાં 11.64 % હતો. ઑગસ્ટ એ સતત 17મો મહિનો છે જેમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો (WPI) બે આંકડામાં છે.

આ વર્ષે મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક 15.88 %ના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો ઓગસ્ટમાં વધીને 12.37 % થયો હતો જે જુલાઈમાં 10.77 % હતો.રિટેલ ફુગાવો સતત આઠમા મહિને 6 %થી ઉપરઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવમાં 22.29 %નો વધારો થયો છે, જે જુલાઈમાં 18.25 % હતો. ઈંધણ અને પાવરના સંદર્ભમાં ફુગાવો ઓગસ્ટમાં 33.67 % રહ્યો હતો, જે જુલાઈમાં 43.75 % હતો. ઉત્પાદિત ઉત્પાદનો અને તેલીબિયાંમાં તે અનુક્રમે 7.51 % અને (-) 13.48 % હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) મુખ્યત્વે રિટેલ ફુગાવાને તેની નાણાકીય નીતિ ઘડવાના આધાર તરીકે જુએ છે. રિટેલ ફુગાવો સતત આઠમા મહિને રિઝર્વ બેન્કના 6 %ના સહનશીલતા બેન્ડની ઉપલી મર્યાદાથી ઉપર રહ્યો હતો. ઓગસ્ટ મહિનામાં તે 7 % હતો.મોંઘવારી પર અંકુશ મેળવવા માટે RBIએ આ વર્ષે ત્રણ વખત વ્યાજદર વધાર્યા હતાજણાવી દઈએ કે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે RBIએ આ વર્ષે મુખ્ય વ્યાજ દર ત્રણ વખત વધારીને 5.40 % કર્યો છે. રિટેલ ફુગાવો 2022-23માં મધ્યસ્થ બેન્કના અંદાજ મુજબ સરેરાશ 6.7 % રહેવાની ધારણા છે.