શું આ વખતે પોરબંદરમાં ભાજપ હેટ્રિક મારશે કે પછી કોંગ્રેસ ભાજપરૂપી વાવઝોડું રોકશે ?

0
46

ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી પર આજે સમ્રગ દેશની નજર છે અને આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને હોવાથી ચૂંટણી ખૂબ જ રોમાંચક મોડમાં આવી ગઇ છે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસ- ભાજપ બંનેમાં ફફડાટ જોવા મળી રહ્યા છે જેને લઇ આ વખતે ભાજપે પણ જુના જોગીઓ સીટ બચાવવા માટે મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે પણ આ પેર્ટન અમલમાં મૂકી છે.કોંગ્રેસ -ભાજપે જુનાજુગીઓ ચૂંટણીના રણમેદાનમાં ઉતાર્યા છે ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર બેઠક જયાંથી ભાજપે છેલ્લા બે ટર્મથી જીત રહેલા બાબુબોખરિયા પર આ વખતે ફરી પસંદગી ઉતારી છે તો બીજી તરફ કોંગ્રેસે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાને ફરી ટિકિટ આપી ચૂંટણીજંગમાં ઉતાર્યુ છે 2017માં આ બંને નેતાઓ વચ્ચે જબરજદસ્ત ટક્કર જોવા મળી હતી પરંતુ નોટાના ઉપયોગ વધારે હોવાથી ભાજપના ઉમેદવાર ખૂબ ઓછા માર્જિનથી જીત્યા હતા હવે શું ફરી એક વખત ભાજપ હેટ્રિક લગાવશે કે પછી કોંગ્રેસ ભાજપરૂપી વાવઝોડાના રોકવા સફળ નીવડશે એ તો આગામી 8 ડિસેમ્બરે ખબર પડશે જોકે બંને નેતાઓ દ્રારા જીતનો વિશ્વાસ વ્યકત કરવામાં આવી રહ્યો છે

અર્જુન મોઢવાડિયા આ વખતે અહીયા ભાજપના જીતવાના કોઇ ચાન્સીસ નથી અહીયા ઉમેદવાર ગમ તે હોય અસંતોષ ભારતીય જનતા પાર્ટી સામે છે અને એની સામે કોંગ્રેસ પક્ષે પોઝિટિવ ચૂંટણી ઢંઢેરો આપ્યો છે

બાબુબોખરિયા એ બધા કોંગ્રેસ વાળા જે ધંધો કરતા અને બાટલાવાળા વાત કરે તો એમને કહેજો કે રાજસ્થાનમાં કોની સરકાર છે કોંગ્રેસની સરકાર છે ત્યા 500નો બાટલો મળે જયા તમારી સરકાર છે ત્યાં 500નો બાટલો નથી અહીયા તમે કેવી રીતે 500નો બાટલો આપશે બીજી વાત જે લોકો સત્તા પર આવવાના નથી કોંગ્રેસ હોય કે આપ એમને વચન આપવામાં શું વાંધો છે