WIPL ટીમની આજે થશે હરાજી, 17 કંપનીઓ 5 મહિલા ફ્રેન્ચાઈઝી માટે પોતાનું નસીબ અજમાવશે

0
48

વિમેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (WIPL) ટીમની હરાજી બુધવારે (25 જાન્યુઆરી) બપોરે મુંબઈમાં થવાની છે. WIPL ટીમો ખરીદવા માટે 30 થી વધુ કંપનીઓએ 5 કરોડ રૂપિયામાં બિડ દસ્તાવેજો ખરીદ્યા હતા. તેમાં 7 કંપનીઓનો સમાવેશ થાય છે જે પુરુષોની IPL ટીમોની માલિકી ધરાવે છે. પરંતુ આજની હરાજીમાં માત્ર 17 કંપનીઓ જ ભાગ લેશે. લગભગ 13 કંપનીઓ હરાજીમાંથી બહાર થઈ ગઈ છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને બુધવારે યોજાનારી મહિલા IPL (WIPL)ની પાંચ ટીમોની હરાજીમાંથી ઓછામાં ઓછા રૂ. 4000 કરોડની કમાણી થવાની અપેક્ષા છે. નિષ્ણાતોના મતે, ટીમોની બંધ બિડ હરાજીમાં દરેક ટીમ 500 થી 600 કરોડ રૂપિયામાં વેચાય તેવી અપેક્ષા છે. ટેન્ડર દસ્તાવેજ અનુસાર, ટીમને ખરીદવા માટે કંપનીની નેટવર્થ 1000 કરોડ રૂપિયા હોવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, Viacom18 એ પાંચ વર્ષ (2023-27) માટે મહિલા IPL ના મીડિયા અધિકારો પ્રાપ્ત કર્યા છે. Viacom18 એ 951 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચીને હરાજી જીતી હતી, જે પ્રતિ મેચ 7.09 કરોડ રૂપિયાની સમકક્ષ કહેવાય છે. BCCI સેક્રેટરી જય શાહે 16 જાન્યુઆરીએ ટ્વિટર પર આ માહિતી આપી હતી.

પુરુષો IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ખરીદવામાં વધુ રસ દાખવી શકે છે. તેઓએ વૈશ્વિક સ્તરે ટીમો પણ ખરીદી છે, જ્યારે અન્ય ત્રણ પુરુષોની IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે ટેન્ડર દસ્તાવેજ ખરીદ્યા હોવા છતાં બિડિંગ પ્રક્રિયામાં પ્રવેશ ન કરવાનું પસંદ કર્યું હતું.

ટીમ બનાવવા માટે 12 કરોડ રૂપિયા
ટીમોને પ્રથમ સિઝન માટે તેમની ટીમો બનાવવા માટે 12 કરોડ રૂપિયાનું હરાજી પર્સ ઉપલબ્ધ થશે. બીસીસીઆઈએ હરાજીની તારીખ જાહેર કરી નથી પરંતુ તે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી અપેક્ષા છે. બીસીસીઆઈએ બિડ ડોક્યુમેન્ટમાં જણાવ્યું છે કે ટીમનું કદ 15થી 18ની વચ્ચે હશે. જેમાં દરેક ટીમમાં 7 વિદેશી ખેલાડીઓ હશે. સહયોગી દેશો પણ આમાં સામેલ થશે.