ગુજરાતમાં ઠંડીના વિધિવત શરૂઆત થઇ ડિસેમ્બરની શરૂઆતથી ઠંડી પીક પર રહેવાની શક્યતા

0
44

રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી છે અને બીજી તરફ શિયાળાની શરૂઆત પણ થઇ ચૂકી છે. વહેલી સવારથી ઠંડા પવન ફૂંક્તા વાતવરણ પણ ઠંડુગાર બન્યુ છે અને રાજ્યમાં સત્તાવાર શિયાળાની શરૂઆત થઇ ચૂકી હોવાની વાત હવામાન વિભાગના ડાયરેકટર ડૉ મનોરમ મોહંતી દ્રારા જણાવામાં આવ્યુ છે

 

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 14થી 16 સેલ્સયસ રહેશે એટલે હવે ગુજરાતમાં આ વખતે ડિસેમ્બરની શરૂઆતથી ઠંડી પીક પર રહેવાની છે આગામી પાંચ દિવસોમાં તાપમાન ફેરફાર થવાની શક્યતા હવામાન વિભાગ દ્રારા વ્યકત કરાઇ છે જેમાં મોડી રાત્રે બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે અત્યાર 32 ડિગ્રી તાપમાન ગુજરાતમાં ચાલી રહ્યું છે જો કે રાત્રે ઠંડીના ચમકારના અનુભવની શરૂઆત થઇ ચૂકી છે