પ્રેમમાં દગો ખાનારી મહિલાઓને મળે છે વધુ સફળતા

સંબંધોમાં કોઈ આપણી સાથે દગાખોરી કરે તો ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ રિસર્ચ કહે છે કે, જે મહિલાઓને પ્રેમમાં દગો મળ્યો હોય તે જીવનમાં વધુ સફળ રહે છે. તેમને તેમનું બધું મનપસંદ મળે છે. રિસર્સમાં જાણવા મળ્યું છે કે, આવી મહિલાઓને બાદમાં વધુ સારો પાર્ટનર મળે છે. જ્યારે દગો આપનારા પુરુષોના સંબંધ તૂટી જાય છે. 96 દેશોમાં લગભગ છ હજાર લોકો પર કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, પ્રેમમાં દગો ખાનારી મહિલાઓ વધુ મજબૂત બને છે અને તે તેના પ્રોફેશનમાં સફળ રહે છે. એક વાર દગો મળ્યા બાદ તે વધુ સાવધાન રહે છે અને બીજી વખત વધુ સારો પાર્ટનર પસંદ કરે છે. રિસર્ચમાં સામેલ મહિલાઓએ માન્યું છે કે, દિલ તૂટ્યા બાદનો તેમનો સમય ખૂબ મુશ્કેલ રહ્યો હતો, પરંતુ તેમાંથી બહાર આવ્યા બાદ તેમણે સમજીવિચારીને પાર્ટનરની પસંદગી કરી, જે તેમના માટે એક સારો નિર્ણય સાબિત થયો. રિસર્ચ મુજબ, પ્રેમમાં દગો મળ્યા બાદ મહિલાઓમાં એક વર્ષની અંદર જ વધુ ભાવનાત્મક મજબૂતી અને વધુ આત્મવિશ્વાસ જોવા મળે છે. આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે, દગો આપનારા પુરુષોનો નવો સંબંધ પણ વધુ ટકી શકતો નથી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com