GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મનોજભાઈ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા

0
108

મનોજભાઈ લોકસભા અધ્યક્ષ ગોવિંદભાઈ વાલાણીના હસ્તે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આજે દરેક સમાજ અને વર્ગના લોકો ‘આપ’માં જોડાઈ રહ્યા છે: આપ

આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહી છે: આપ

અમદાવાદ/રાજકોટ/ગુજરાત

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહી છે. આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર છે. આજે ગુજરાતના દરેક સમાજના, જાતિના, ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ સાથે સાથે જે સરકારી કર્મચારી ઈમાનદાર છે તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે.

આ ઈમાનદાર લોકોની યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. ઉપલેટાના મનોજભાઈ ડાંગર આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા. મનોજભાઈ ઉપલેટા તાલુકામાં GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. મનોજભાઈ ડાંગર સરકારી નોકરી કરતા હતા, પરંતુ આમ આદમીના કાર્યોથી પ્રભાવિત થઇને તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું અને લોક સેવાનું કામ પસંદ કર્યું. મનોજભાઈ ડાંગર આજે લોકસભા અધ્યક્ષ ગોવિંદભાઇ વાલાણીના હસ્તે ટોપી અને ખેસ પહેરીને વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. હવે સરકારી કર્મચારી પણ ઇચ્છી રહ્યા છે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે અને પરિવર્તન લાવે.

મનોજભાઈ ડાંગર અરવિંદ કેજરીવાલજીના વિચારો અને દિલ્હી સરકારના શાનદાર કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓનું માનવું છે કે આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે, જે સાચા અર્થમાં ગુજરાત અને દેશને વિશ્વમાં નંબર વન બનાવી શકે છે. જીવનભાઈને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામો કર્યા છે તે જ પ્રકારના કામો ગુજરાતમાં પણ કરશે અને આ જ માટે આ વિધાનસભા ચૂંટણીમાં જીવનભાઈ પોરબંદર વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે દિવસ રાત મહેનત કરશે.