ICC ODI વર્લ્ડ કપ 2023 ની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી અને બાંગ્લાદેશે ત્રણ વિકેટથી આ મેચ જીતી લીધી હતી. આ મેચ હાર્યા બાદ શ્રીલંકા ચાલુ ટુર્નામેન્ટમાં સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. જો કે, આ મેચ શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસના આઉટ થવાના કારણે સમાચારોમાં રહી છે.
શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરવામાં આવ્યો એટલે કે સમયસર ક્રિઝ પર ન પહોંચવાને કારણે આઉટ આપવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો. મેચ બાદ મેથ્યુઝે બાંગ્લાદેશની ટીમ અને ટીમના કેપ્ટન શાકિબ અલ હસન પર આકરા પ્રહાર કર્યા હતા.
Angelo Mathews said, "it was disgraceful from Shakib Al Hasan and Bangladesh. If they want to play cricket like that, there is something wrong drastically. Just disgraceful. Up to today I had a lot of respect for Shakib, but he lost all. We have video evidence, we will put it out… pic.twitter.com/uq6v63hHCD
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023
એન્જેલો મેથ્યુઝે કહ્યું હતું કે”હું 15 વર્ષથી રમી રહ્યો છું, મેં ક્યારેય કોઈ ટીમને આ સ્તરે જતી જોઈ નથી. તે શાકિબ અલ હસન અને બાંગ્લાદેશ માટે શરમજનક બાબત હતી, જો તેઓ આવું ક્રિકેટ રમવા માંગતા હોય તો તેમાં કંઇક ખોટું છે. માત્ર અપમાનજનક છે. આજ સુધી મને શાકિબ માટે ઘણું માન હતું, પરંતુ આ કિસ્સા બાદ એ માન તેને ગુમાવી દીધું છે, બાંગ્લાદેશ હતું તેથી આવું થયું, મને નથી લાગતું કે અન્ય કોઈ ટીમે આવું કર્યું હશે.”
આગળ એન્જેલો મેથ્યુઝે કહ્યું કે “મારી પાસે ક્રિઝ પર પહોંચવા અને મારી જાતને તૈયાર કરવા માટે બે મિનિટનો સમય હતો, જે મેં કર્યું.” મેથ્યુસ સમયસર ક્રિઝ પર પહોંચી ગયો હતો. પરંતુ આ પછી તેના હેલ્મેટનો પટ્ટો તૂટી ગયો. આ વિશે એમને કહ્યું કે ‘મારું હેલ્મેટ તૂટી ગયા પછી પણ મારી પાસે હજુ પાંચ સેકન્ડ બાકી હતી.અમે તેના પુરાવાના વિડીયો જલ્દી જ તમને બતાવશું”
'In my 15 years of international cricket, I have never seen a team going down so low to that level' – Angelo Mathews #CWC23 #SLvsBAN pic.twitter.com/DKDkPDOhIS
— Farid Khan (@_FaridKhan) November 6, 2023
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ બાદ ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. એન્જેલો મેથ્યુઝે આ અંગે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ખેલાડીઓએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓ માનતા હતા કે વિપક્ષી ટીમ તેમની અપીલ પાછી ખેંચવાનો ઇનકાર કરીને તેમનું અને રમતની ભાવનાનું સન્માન કરતી નથી. એન્જેલો મેથ્યુઝે કહ્યું કે જો તેઓ અમારું સન્માન કરશે તો અમે તેમનું સન્માન કરીશું.