Canada: PM જસ્ટિન ટ્રુડોની ખુરશીનું શું થશે? ખાલિસ્તાન તરફી પાર્ટી NDPએ કેનેડા સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યું
Canada: કેનેડામાં ખાલિસ્તાન તરફી પક્ષ NDPના નેતા જગમીત સિંહે આરોપ લગાવ્યો છે કે ટ્રુડો સરકાર કોર્પોરેટ લોભનો શિકાર બની છે. NDP નેતા જગમીત સિંહે 2022માં ટ્રુડો (કેનેડાના વડાપ્રધાન) સાથે થયેલા કરારને રદ્દ કરવાની જાહેરાત કરતા કહ્યું કે તેમની ધીરજ હવે સમાપ્ત થઈ ગઈ છે. PM જસ્ટિન ટ્રુડોની ખુરશી ખતરામાં છે.
ખાલિસ્તાન તરફી NDP એ ટ્રુડો સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યું
NDP નેતા જગમીત સિંહે આરોપ લગાવ્યો છે કે ટ્રુડો સરકાર કોર્પોરેટ લોભનો શિકાર બની છે. NDP નેતા જગમીત સિંહે 2022માં ટ્રુડો (કેનેડાના વડાપ્રધાન) સાથે થયેલા કરારને રદ્દ કરવાની જાહેરાત કરતા કહ્યું કે તેમની ધીરજ હવે સમાપ્ત થઈ ગઈ છે.
NDPએ સમર્થન કેમ પાછું ખેંચ્યું?
વાસ્તવમાં એનડીપી પાર્ટી કેનેડામાં ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોથી ચિંતિત છે. જગમીત સિંહની પાર્ટીનું માનવું છે કે પીએમ ટ્રુડો કેનેડાના લોકોના કલ્યાણને બદલે કોર્પોરેટને ફાયદો કરાવી રહ્યા છે. લિબરલ્સ પાર્ટીએ જનતા સાથે દગો કર્યો છે.
ટ્રુડો સરકાર પડી શકે છેઃ સર્વે
એનડીપીનું સમર્થન પાછું ખેંચવાનો અર્થ છે કે જો સંસદમાં વિશ્વાસ મતની જરૂર પડશે તો ટ્રુડોએ વિરોધ પક્ષો પર આધાર રાખવો પડશે. જો આ સ્થિતિમાં ચૂંટણી યોજાય તો તાજેતરના સર્વે મુજબ ટ્રુડોની લિબરલ પાર્ટીની સરકારને હારનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે કેનેડામાં આવતા વર્ષે ચૂંટણી છે. જસ્ટિન ટ્રુડો 2015થી કેનેડાના વડાપ્રધાન છે.
જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?
NDPના આ નિર્ણય પર પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે NDP એ કેનેડિયનોના ભલા માટે શું કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ટ્રુડોએ કહ્યું કે તેમની સરકાર ફાર્માકેર, ડેન્ટલ અને સ્કૂલ પ્રોગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે.