દુનિયાભરમાં કોરોના વાઇરસને લીધે રેસ્ટોરાં અને કેફે બંધ થઇ ગયા છે. યુરોપના દેશોમાં રેસ્ટોરાં લોકડાઉન બાદ કસ્ટમરને કોરોના વાઇરસથી બચાવવા માટે વિવિધ આઈડિયા વાપરી રહ્યા છે. ડચ રેસ્ટોરાંએ ગ્રાહકો માટે કાચની કેબિન બનાવી છે. સ્વીડનમાં એક કપલે એક જ ડાઈનિંગ ટેબલવાળું રેસ્ટોરાં બનાવ્યું છે. તેમના આ રેસ્ટોરાંના ફોટોઝ ઘણા વાઈરલ થઇ રહ્યા છે.
અહિ કોઈ વેઈટર નથી પણ બાસ્કેટ સર્વિસથી ગ્રાહક સુધી જમવાનું પહોંચી જશે. આ રેસ્ટોરાં સ્વીડનના રેનસેટર ગામમાં છે. 36 વર્ષના આ કપલનું માનવું છે કે, આ રેસ્ટોરાંથી લોકોને કોરોનાનો ચેપ લાગવાનો ભય નહિ રહે. અહિ એક ગ્રાહક સિવાય તેમની આજુબાજુ ખુલ્લા મેદાન સિવાય કોઈ નહિ હોય. 36 વર્ષીય રેસ્મ્સ ભૂતપૂર્વ શેફ છે. તેઓ તેમની પત્ની અને તેમના પરિવારને સ્વાદિષ્ટ ભોજન બનાવીને બારીમાંથી આપતા અને તેમાંથી જ આ આઈડિયા આવ્યો.