Remote Blast in Pakistan: પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 1 પોલીસકર્મી સહિત 5 બાળકોનું મોત
Remote Blast in Pakistan: પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ બાદ 1 પોલીસકર્મી અને 5 સ્કૂલના બાળકો સહિત 7 લોકો માર્યા ગયા છે. આ રિમોટ કંટ્રોલ બોમ્બ હતો. આ વિસ્ફોટમાં 22 લોકો ઘાયલ થયા છે.
શુક્રવારે (નવેમ્બર 1) પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 શાળાના બાળકો અને એક પોલીસકર્મી સહિત 7 લોકો માર્યા ગયા અને 22 અન્ય ઘાયલ થયા. ઘાયલોમાં મોટા ભાગના સ્કૂલના બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલો રિમોટ કંટ્રોલ બોમ્બ વડે કરવામાં આવ્યો હતો, જે દક્ષિણ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સિવિલ હોસ્પિટલ ચોક પાસે વિસ્ફોટ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અશાંત બલૂચિસ્તાન પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે હાઈસ્કૂલ પાસે સવારે 8.35 વાગ્યે પોલીસ વાનને રિમોટ-કંટ્રોલ બ્લાસ્ટને નિશાન બનાવી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે
કલાત ડિવિઝનના કમિશનર નઈમ બઝાઈએ જણાવ્યું હતું કે, “વિસ્ફોટમાં IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેનું લક્ષ્ય શાળાની નજીક પાર્ક કરાયેલું પોલીસ વાહન હતું. અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે, જેમાં પાંચ શાળાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.” હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.”
ક્વેટાની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે
ઘાયલોમાં મોટાભાગના સ્કૂલના બાળકો છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટમાં એક પોલીસ વાન અને અનેક ઓટો-રિક્ષાને નુકસાન થયું હતું. આરોગ્ય વિભાગના પ્રવક્તાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે વિસ્ફોટને પગલે ક્વેટાની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને તમામ ડોક્ટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યા છે.