મનુષ્ય તો કોરોના વાયરસથી પરેશાન છે જ પરંતુ હવે મધમાખીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. મધમાખીઓ માત્ર હેરાન જ નથી થઈ રહી, તે હત્યારી પણ બની રહી છે અને પોતાના પ્યુપાને જ મારીને ખાઈ રહી છે. આ વાયરસના કારણે મધમાખીમાં 3 સમસ્યા જોવા મળી રહી છે. પહેલું તેમની પાંખ નાશ પામે છે, બીજું તેમનું પેટ ફુલવા લાગે છે અને ત્રીજું તેમનું મગજ સુસ્ત થઈ જાય છે. જે મધમાખીઓ આ વાયરસથી સંક્રમિત થઈ રહી છે તે પોતાના પ્યુપા એટલે કે બાળકોને જ ખાઈ જાય છે. આ એક પ્રકારનું નરભક્ષણ કહી શકાય. તાજેતરના એક અભ્યાસમાં આ અંગેનો ખુલાસો થયો હતો.આ વાયરસને ડિફોર્મ્ડ વિંગ વાયરસ અથવા ટ્રોજન હોર્સ વાયરસ કહેવામાં આવે છે. કારણ કે આ વાયરસ એક નાના બાળક (માઈટ) દ્વારા મધમાખીઓના છજામાં પ્રવેશે છે. આ માઈટ પહેલા પ્યુપાને ખાય છે. મજૂર મધમાખીઓને તેની ખબર પડતા જ તેઓ પ્યુપાને ખતમ કરવા તેને ખાઈ લે છે. ત્યાર બાદ ટ્રોજન હોર્સ વાયરસ મધમાખીઓના શરીરમાં ઘૂસી જાય છે. આ કારણે તેમનું પેટ ફુલવા લાગે છે, પાંખો નાશ પામે છે અને મગજ એટલી હદે સુસ્ત થઈ જાય છે કે તેઓ પોતાની કોલોનીના ભલા માટે કોઈ નિર્ણય નથી લઈ શકતા.
