Xiaomiએ દિવાળી સેલની કરી જાહેરાત, મોબાઈલથી ટીવી પર મળશે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

0
102

તહેવારોની સીઝન આવે તે પહેલા ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ પર ઘણી ઓફર આપવામાં આવે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટે પણ સેલની જાહેરાત કરી છે. પરંતુ, Xiaomi એક નવું અભિયાન લઈને આવ્યું છે. કંપની અત્યારે લોકોને નવો ફોન કે ગેજેટ ખરીદવા માટે નથી કહી રહી.
કંપની લોકોને આગામી સેલની રાહ જોવા માટે કહી રહી છે જ્યાં Xiaomi પ્રોડક્ટ ડિસ્કાઉન્ટેડ કિંમતો સાથે લિસ્ટેડ થશે. આ સેલ તહેવારોની સિઝન દરમિયાન શરૂ થશે. આ માટે તમારે Xiaomiના Tech Ka Shubh Muhuratસેલની રાહ જોવી પડશે.

Mi Sale સાથે દિવાળી
કંપની આ સેલને Diwali With Mi તરીકે પણ ઓળખાવી રહી છે. આ માટે કંપનીએ એક માઈક્રો સાઈટ પણ તૈયાર કરી છે. તેમાં લખ્યું છે કે – Dont Buy Tech Yet, its worth the wait.. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે હજી સુધી ગેજેટ (ટીવી, લેપટોપ ફોન) ખરીદ્યું નથી, તો રાહ જુઓ, તે સારું રહેશે.

Xiaomiનું ટેક કા શુભ મુહૂર્ત સેલ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો કે, કંપનીએ હજુ સુધી માહિતી આપી નથી કે કઈ પ્રોડક્ટ્સ કેટલા ડિસ્કાઉન્ટ સાથે સેલ કરવામાં આવશે. પરંતુ કંપનીની વેબસાઈટ અનુસાર સેલમાં કસ્ટમર ફોન, લેપટોપ, ટીવી જેવી પ્રોડક્ટ્સ ઘણી ઓછી કિંમતે ખરીદી શકે છે.
આ સિવાય કંપની હજુ પણ ઓફર્સ આપી રહી છે. જો તમે માઇક્રોસાઇટની મુલાકાત લો અને નોટિફાઇ મી ફોર દિવાળી સેલ પર ક્લિક કરો, તો તમને કસ્ટમાઇઝ્ડ કૂપન પણ આપવામાં આવશે. આ સિવાય દિવાળી સેલ માટે અર્લી ઇન્વાઇટ અને બેસ્ટ ડિસ્કાઉન્ટની ઍક્સેસ પણ આપવામાં આવશે.