ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો: યમ બન્યો જમાઈ! પતિ-પત્નીના ઝઘડામાં દાદા સસરાની કરી હત્યા

0
77

રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જમાઈ યમ બની ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. જમાઈએ પોતાના જ દાદાજી પર હુમલો કરી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. બીજી તરફ આ ઘટનામાં જમાઈને પણ ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે સામસામે ફરિયાદ નોંધી છે.

રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે લોહીયાળ રમત રમાઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના કાળીપાટ ગામમાં રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે લોહીયાળ રમત રમાઈ હતી. રાજુ મેર અને તેની પત્ની શિલ્પા મેર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પત્ની શિલ્પા પતિનું ઘર છોડીને પિતાના ઘરે ચાલી ગઈ હતી. પતિ રાજુ મેરને સમગ્ર મામલાની જાણ થતાં તે પત્નીને ઠપકો આપવા માટે સાસરિયાના ઘરે ગયો હતો. રાત્રે સસરાએ જમાઈને રોકાવા કહ્યું અને સવારે બંને ચાલ્યા ગયા.

જ્યારે પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓને ઈજા થઈ હતી
ત્યારબાદ રાજુ મેર ત્યાંથી બજારમાં ગયો હતો અને બપોરે 3.30 વાગ્યાના સુમારે ફરીથી સસરાના ઘરે લોહીલુહાણ હુમલો કર્યો હતો. જમાઈ પર હુમલો થયો ત્યારે મહિલાઓએ પણ તેનો વિરોધ કર્યો હતો. સમગ્ર ઘટનામાં રાજુ મેરના સસરા હંસરાજભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓને ઈજા થઈ છે, પરંતુ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે રાજુ મેર અવારનવાર દારૂના નશામાં હોય છે અને તેની પત્ની પર મારપીટ કરતો હતો. જોકે, હવે પારિવારિક ઝઘડામાં એક વૃદ્ધે જીવ ગુમાવવો પડ્યો હતો.