યશવંત સિન્હાએ કર્યું ભારતીય જનતા પક્ષ છોડવાનું એલાન કહ્યું-લોકશાહી ખતરામાં 

પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ ભારતીય જનતા પક્ષ (બીજેપી) છોડી દેવાની જાહેરાત કરી છે.યશવંત સિન્હાએ પટણામાં એક કાર્યક્રમમાં બીજેપી છોડી દેવાનું એલાન કર્યુ હતુ.યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે,ભવિષ્યમાં કોઈ રાજકીય પક્ષને જોડશે નહીં.યશવંત સિન્હાએ ખૂબ લાંબા સમયથી મોદી સરકાર સામે રણશીંગુ ફુક્યુ છેે.યશવંત સિન્હા મોદી સરકારની નીતિઓ માટે કોઈ ટીકા કે અાલોચના કરવાનું છોડતા નથી.

તેમણે આ એલાન રાષ્ટ્રીય જનસંપર્ક જોડાણ (એનડીએ) વિરુદ્ધ પટનાના એસકેએમ મૅમોરિયલ હોલમાં યોજાયેલી રાષ્ટ્રપંત  કાર્યક્રમ દરમિયાન કર્યુ હતુ. અા કાર્યક્રમમાં શત્રુજ્ઞ સિન્હા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી હોવાથી સંસદ સત્ર નાનુ રાખવામાં અાવ્યુ.લોકશાહી ખતરામાં છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com