એક કલાક માટે YouTube થયું ડાઉન, શું હતું કારણ?

દુનિયાભરમાં એક કલાક માટે YouTube ડાઉન થઈ ગયું હતું. આ સમય દરમિયાન યુઝર્સને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સ ચેનલને એક્સેસ કરી શકતા ન હતા. જોકે, થોડાંક જ સમયની અંદર YouTubeએ ટેક્નિકલ ખામીને દુર કરી દીધી હતી અને ત્યાર બાદ રાબેતા મુજબ YouTube ચાલુ થઈ ગયું હતું. પણ સોશિયલ મીડિયામાં #YouTubeDown ટ્રેન્ડ બની ગયું હતું.

ટેક્નિકલ ખામીને દુર કરી કંપનીએ જૂના ટ્વિટને કોડ કરી કહ્યું કે હવે અમે પાછા ફર્યા છે. તમારા ધૈર્ય માટે ધન્યવાદ, જો તમને ડાઉન જેવો કોઈ ઈશ્યુ ફેસ થઈ રહ્યો હોય તો તાત્કાલિક અમને જાણ કરો. જ્યારે YouTube ડાઉન થયું ત્યારે યુઝર્સને વીડિયોની જગ્યાએ વાંદરા જોવા મળ્યા હતા.
YouTube ડાઉન થવાનું કારણે ટેક્નિકલ ક્ષતિ હતી જેના કારણે સર્વર ઠપ થઈ જવા પામ્યું હતું, મેઈન સર્વરમાં થયેલી આ ગરબડ ભવિષ્યમાં ન થાય તેના માટે YouTubeની કંપનીએ નવેસરથી સિસ્ટમને રિપેર કરવાનું શરૂ કર્યું હતું.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com