ઇન્સ્પેક્ટર જે એચ દહિયાએ. રાજ્યના પોલીસ વડા તરીકે જે દિવસે શિવાનંદ ઝાએ વિદાય લીધી તે દિવસથી ડીજી વિજિલન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ) ની ટીમમાં પોતાનું સ્થાન પાક્કું છે તેવી વાત શરૂ કરી દીધી હતી. દરિયાના મિત્રો અને હિતેચ્છુઓએ તો તેમને અભિનંદન અને શુભકામનાઓ પણ પાઠવી દીધી હતી.
અચાનક જ સમીકરણો બદલાઇ ગયા અને દહિયાને ડીજી વિજિલન્સ તો ઠીક પરંતુ ગાંધીનગરમાંથી પણ વિદાય કરવામાં આવ્યા. અમદાવાદના નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે જ દહીયાની અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ. સિનિયર આઇપીએસ અધિકારીઓ ના નજીક કહેવાતા ઇસ્પેક્ટર દહિયા ડીજી વિજિલન્સમાં નહિ ગોઠવાતા અમદાવાદના અતિ મહત્વના સ્થાનો ઉપર બિરાજમાન થશે તેવું નક્કી હતું.
એવું પણ થયું નહીં અને તેમને સાઇડ ટ્રેક કરીને લાંબો સમય બેસાડી રાખવામાં આવ્યા.
જોકે અથાગ મહેનત અને સતત પ્રયાસો બાદ આખરે દરિયાનું ડીજી વિજિલન્સ માં ગોઠવાઈ ગયું છે. ડીજી વિજિલન્સમાં કર્મઠ કર્મચારી કે ટી કામરીયાની એન્ટ્રી થતાની સાથે જ ઘણા લોકોની વિદાય શરૂ થઈ ગઈ હતી. નવી ટીમમાં ઇસ્પેક્ટર દહિયાની એન્ટ્રી થઇ ગઇ છે. જો કે વર્તમાન ડીજીપી હવે ગણતરીના દિવસો બાદ નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારબાદ દહિયા નું શું થશે? તે તો સમય જ બતાવશે..