અમદાવાદઃ એક તબક્કે કોરોના વાયરસે અમદાવાદમાં તાંડવ મચાવ્યું હતું. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે હવે લોકોને નવા ખતરો ડરાવી રહ્યો છે. કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થયા બાદ બ્લેક ફંગસ એટલે કે મ્યુકોમાઇકોસીસ ચેપ જોવા મળી રહ્યો છે. આ ચેપ મોટાભાગે મોટા લોકો અને વૃદ્ધોમાં જોવા મળે છે પરંતુ હવે નાના બાળકમાં પણ આ ઘાતક ચેપ જોવા મળતા ચિંતા ફેલાઈ છે. અમદાવાદમાં 15 વર્ષના બાળકમાં મ્યુકોમાઈકોસીસ જોવા મળ્યો હતો. જેનું ઓપરેશન કરાયું હતું.
મળતી માહિતી પ્રમાણે બાળક આ પહેલા કોરોના પોઝિટિવ આવી ચૂક્યો હતો. બાળકની માતા પણ કોરોના પોઝિટિવ રહી જેના કારણે માતાનું મોત પણ થયું હતું. આ ઉપરાંત બાળકમાં કોઈજ પ્રકારની અન્ય બીમારી ન હતી.
વાયરલ લોડ વધારે હોવાના કારણે બાળકની માતાનું મોત થયું હતું. જ્યારે બાળક કોરોનામાંથી સાજો થયો હતો. પરંતુ હવે દોઢ મહિના બાદ બાળકમાં બ્લેક ફંગસના લક્ષણો મળ્યા હતા. ડોક્ટરે જ્યારે તેનો ટેસ્ટ કર્યો તો તે મ્યુકોમાઈકોસીસ પોઝિટિવ આવ્યો હતો. આજે શુક્રવારે બાળકનું મ્યુકોમાઈકોસીસનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અત્યારે બાળક સુરક્ષિત છે.
ડોકટર અભિષેક બંસલનીએ જણાવ્યું હતું કે અમદાવાદ 15 વર્ષના બાળકને 14 એપ્રિલના કોરોના થયો હતો.ત્યાર બાદ 24 એપ્રિલના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો.પરંતુ કોરોના બાદ બાળકને દાંત દુઃખવાની અને તાળવામાં અલ્સર થયું.ત્યાર બાદ રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટમાં મ્યુકોમાઈકોસીસ આવ્યો.બાળકના મોઢામાંના જમીની સાઈડ ના દાંત અને ટાળવું કાઢવું પડ્યું.ખૂબ દૂર ભાગ્ય છે પરંતુ બાળકના જીવ બચાવવા માટે સર્જરી કરવી પડી.3 થી 4 કલાક ઓપરેશન ચાલ્યું.અત્યાર સુધી બાળકોમાં મ્યુકોમાઈકોસીસ જોવા મળતા નથી.પહેલો કેસ છે જે બાળકમાં મ્યુકોમાઈકોસીસ જોવા મળ્યો.
સિરોઇડ જીવન રક્ષક દવા છે. સિરોઇડ એવું નથી કોરોનામાં પહેલી વખત આપવામાં આવે છે. વર્ષોથી અલગ અલગ રોગમાં સિરોઇડ આપવામાં આવે છે. પરંતુ અત્યાર સુધીમાં ક્યારે મ્યુકોમાઈકોસીસ જોવા મળ્યું ન હતું.આ બાળકને 5 દિવસ સિરોઇડ આપવામાં આવ્યું હતું અને ડાયાબિટીસ પણ ન હતું.અત્યારે વિચિત્ર પરિસ્થિતિ છે.