મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે શહેરના ઘાટલોડિયામાં ટેલિફોન એક્સચેન્જ નજીકથી એક મહિલા પસાર થઈ રહી હતી. તે વખતે બાઈક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો હતો.
મહિલા પર એસિડ એટેક કરીને શખ્સો નાસી ગયા હતા. આ ઘટના બાદ મહિલા બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ભેગા થયા હતા. મહિલાને મોંઢા પર ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.