છેલ્લા ઘણા વર્ષથી જ્યારે IPL ની શરૂઆત થઈ છે ત્યારથી જ સટ્ટા બુકીઓ ને એક કમાવાનું સાધન મળી ગયું હોય તેવું લાગે છે કારણકે લોકો ને સરળતાથી રાતોરાત માલામાલ થઈ જવું હોય છે પણ ઘણા લોકોએ ક્રિકેટ સટ્ટા ની લત માં આવી ને આત્મહત્યા પણ કરી લીધી હોવાના કિસ્સા સામે આવ્યા હતા.
થોડા દિવસ અગાઉજ રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ઓનલાઈન જુગાર ની એપ્લિકેશન ઉપર ચાલતી પ્રવૃત્તિઓને તાત્કાલિક પકડી પાડી ને કાર્યવાહી કરવી અને ગુનેગારને સજા મળે તેવુ જાહેરનામું પાડવામાં આવ્યું હતું.આ બાબતને ગંભીરતા દાખવી ઇસનપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. સોલંકી દ્વારા આવા તત્વોને પકડી પાડવા માટે કમર કસી કાઢી હતી.
શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા પાંચ લોકોની ધરપકડ કરી હતી.પોલીસે સ્થળ ઉપરથી 13 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 88000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.સોલંકી ને બાતમી મળી હતી કે ઇસનપુર ચાર રસ્તાથી ઘોડાસર જતા રોડ ઉપર ધર્મેન્દ્ર ઉર્ફે ધમો રમેશભાઈ પટેલ તથા જીતેન્દ્ર ઉર્ફે સુનિલ જૈન ભેગા મળી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે.
બાતમીના પગલે પોલીસની ટીમે સ્થળ પર રેડ કરતા ટીવી પર કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે ચાલતી મેચ પર મોબાઈલ ફોન આઈડી દ્વારા સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા પકડાઈ ગયા હતા.
પોલીસે આ સંદર્ભે જીતેન્દ્ર ઉર્ફે સુનિલ જૈન ને રોકડ રૂપિયા 40310 તથા 13 મોબાઈલ ફોન વગેરે મળી ને કુલ રૂપિયા 87410 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી જીતેન્દ્ર ની પૂછપરછમાં તેને ક્રિકેટ સટ્ટા ની લિંક તથા આઈડી ભૂરાભાઈ નામની વ્યક્તિએ આપી હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા તેની વિરુદ્ધ પણ ગુનો નોંધી વોન્ટેડ બતાવી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી જીતેન્દ્ર,ચિરાગસિંહ,બાલુભા અજીતસિંહ અને નિલેશ જૈન ની ધરપકડ કરી હતી.