સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે. આવી સ્થિતિમાં અમદાવાદ શહેરના CTM પાસે શુક્રવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, CTM BRTS કોરિડોર પરથી પસાર થતી વખતે એક કચરાના ડમ્પરની ટક્કરથી 20 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક કામ પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. મૃતકનું નામ જ્યોતિબેન પ્રજાપતિ છે અને તેણી 20 વર્ષની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી મૃતકના પરિવારજનોને જાણ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.