અમદાવાદના બોપલ વિસ્તારમાં ગતરાત્રિએ ચાલુ રીક્ષામાં અચાનક ઝેરી સાંપ નીકળતા ચકચાર મચી ગયો હતો. ટેમ્પાચાલક ટેમ્પો ચલાવતો હતો ત્યાં તેની સામે સાંપ આવી જતા તે ડરી ગયો હતો. ને અફરાતફરી સર્જાઈ હતી . થોડીક જ વારમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ ટેમ્પાની અંદર ફ્રુટ ભરેલા હતા .અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ સાંપ શાકમાર્કેટમાંથી આ ટેમ્પામાં આવ્યો હશે. આ ઘટનાની જાણ બોપલ પોલીસને થતા તે ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને અને રેસ્ક્યું ટીમને બોલાવી સાંપને જીવદયા કેન્દ્ર પાંજરાપોળ ખાતે મોકલી આપ્યો હતો .
આ ટેમ્પાની અંદર ફ્રુટ ભરેલા હતા .અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ સાંપ શાકમાર્કેટમાંથી આ ટેમ્પામાં આવ્યો હશે.
બોપલ પોલીસ ની સુદબુદ્ધ અને સમજદારીના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થતા અટકી હતી .